Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતઆગામી ત્રણ દિવસ માઉન્ટ આબુમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ

આગામી ત્રણ દિવસ માઉન્ટ આબુમાં પ્રવાસીઓ પર પ્રતિબંધ

સમગ્ર દેશમાં ચોમાસુ ધબધબાટી બોલાવી રહ્યું છે ત્યારે યુપી, ગુજરાત, પંજાબ, રાજસ્થાન સહિત અનેક રાજ્યો પાણી પાણી થયા છે ત્યારે ભારે વરસાદના પગલે માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડનો એક ભાગ ધરાશાયી થતા તંત્રએ તાત્કાલિક અસરથી આગામી ત્રણ દિવસ પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ કરવાનો નિર્ણય લીધો છે.

- Advertisement -

માઉન્ટ આબુના સબ ડિવિઝન ઓફિસર દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં માર્ગનું સમારકામ પુર્ણ ન થાય ત્યાં સુધી માઉન્ટ આબુ પ્રવાસીઓ માટે બંધ રહેશે. જ્યારે આ પાંચ આદેશોનું પણ પાલન કરવાનું રહેશે.

1. આગામી ત્રણ દિવસ સુધી પ્રવાસીઓને પ્રવેશવા દેવાશે નહીં.
2. રાત્રિન 8:30 થી સવારે 06:00 સુધી તમામ પ્રકારના વાહનોની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ
3. ભારે વાહનો, સરકારી અને ખાનગી બસો તેમજ ઓવરલોડ ટ્રકોને માઉન્ટ આબુ પર આવવા સંપૂર્ણ પ્રતિબંધ
4. જીવન જરૂરિયાતની વસ્તુઓ લઇ જતા નાના વાહનોને પ્રવેશની લૂંટ
5. હોટેલ માલિકોને આગામી ત્રણ દિવસ માટે હોટલો ખાલી રાખવાનો આદેશ.

- Advertisement -

તંત્ર દ્વારા તાત્કાલિકના ધોરણે માર્ગ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. માઉન્ટ આબુના સાત ગુમ નજીક રોડની એક સાઈડની દિવાલ તુટી પડતા તંત્ર દ્વારા તાત્કાલિક માર્ગ બંધ કરી રીપેરીંગ કામગીરી ચાલુ કરવામાં આવી છે ત્યારે કામગીરી પૂર્ણ થયા બાદ ફરી પ્રવાસીઓ માટે માર્ગ ખુલ્લો મૂકવામાં આવશે. ત્યારે આ નિર્ણય સ્થાનિકો તેમજ પ્રવાસીઓની સુરક્ષાને લઇને લેવાયો છે. ત્યારે તંત્ર દ્વારા લોકોને સહકાર આપવા તેમજ આગામી ત્રણ દિવસ માઉન્ટ આબુની મુસાફરી ટાળવા અપીલ કરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular