જામનગરના નવાગામ ઘેડ, મધૂરમ્ રેસિડેન્સી વિસ્તારમાં ચાર મહિલાઓ રૂા. 7300ની રોકડ સાથે જુગાર રમતા ઝડપાઇ હતી. લાલપુરના ધરારનગર વિસ્તારમાં પોલીસે રેઇડ દરમ્યાન પાંચ શખ્સને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લીધા હતા. કાલાવડના ખોડિયારપરાના પૂલ પાસેથી એક શખ્સ વર્લી મટકાનો જુગાર રમતા ઝડપાયો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના નવાગામ ઘેડ, મધુરમ્ રેસિડેન્સી પાસે, જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘બી’ પોલીસે રેઇડ દરમ્યાન ચાર મહિલાઓને રૂા. 7300ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઇ મહિલાઓને નોટીસ આપી હતી.
બીજો દરોડો લાલપુર તાલુકાના ધરારનગર, શેરાની હોટલવાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે લાલપુર પોલીસે રેઇડ દરમ્યાન ચેતન પ્રવીણ જાકેજા, વિજય ચંદુ જાકેજા, મુકેશ રામજી રાઠોડ, સાહિલ વિજય કબીરા, નિલેશ કારા રાઠોડ નામના પાંચ શખ્સને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ રૂા. 1650ની રોકડ સહિતનો મુદામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો કાલાવડ ટાઉન પોલીસે કાલાવડ ખોડિયાર પરાના પૂલ પાસેથી ફેઝલ ફારૂક ખેડારા (પીંજારા) નામના શખ્સને વર્લી મટકાના આંકડા લખી, પૈસાની હાર-જિતનો જુગાર રમતો ઝડપી લઇ રૂા. 500ની રોકડ તથા વર્લી મટકાનું સાહિત્ય સહિતનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


