Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસામાન્ય ચૂંટણીથી કેટલી અલગ છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી...??

સામાન્ય ચૂંટણીથી કેટલી અલગ છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી…??

જાણો મતદાનથી લઇને ગણતરી સુધીની પ્રક્રિયા....

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી શરૂ થઈ ગઇ છે. ત્યારે N.D.A ના સી પી રાધાકૃષ્ણન અને I.N.D.I.A બ્લોકના બી સુદર્શન રેડ્ડી વચ્ચે સ્પર્ધા છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતા કેટલી અલગ છે તે જાણીએ. સંસદના સભ્યો મતદાન કરે છે અને પ્રાથમિકતાના આધારે મતદાન કરે છે.

- Advertisement -

આજે દેશના નવા ઉપરાષ્ટ્રપતિ અંગેનો નિર્ણય લેવામાં આવશે. જેમાં સી પી રાધાકૃષ્ણન અને બી. સુદર્શન રેડ્ડી વચ્ચે સ્પર્ધા છે. ત્યારે આજે સવારે 10 વાગ્યે મતદાન શરૂ થયું છે જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જ્યારે સાંજે 6 વાગ્ય મત ગણતરી શરૂ થશે. સામાન્ય ચૂંટણી કરતા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી અલગ હોય છે ત્યારે તેની મતદાન પ્રક્રિયા તેમજ મતગણતરીની પ્રક્રિયા પણ અલગ હોય છે. ત્યારે ચાલો જાણીએ કોણ અહીં મતદાન કરે છે અને કેવી રીતે મતદાન કરવામાં આવે છે.

જગદીપ ધનખરના ઓચિંતા રાજીનામા બાદ આ પદ પર ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે N.D.A તરફથી સી પી રાધાકૃષ્ણન તો I.N.D.I.A બ્લોકના બી. સુદર્શન રેડ્ડી ચૂંટણી જંગમાં છે. ત્યારે આજે નકકી થશે કે કોણ દેશના ઉપરાષ્ટ્રપતિ બનશે. સંસદના બંને ગૃહોના સભ્યો ઉપરાષ્ટ્રપતિ માટે મતદાન કરે છે. રાજ્યસભા અને લોકસભાના સભ્યો મતદાન કરે છે જે સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ દ્વારા ગુપ્ત રીતે મતદાન કરવામાં આવે છે. જ્યારે કોઇ સાંસદ નિવારક અટકાયતમાં હોય તો તે ફકત પોસ્ટ દ્વારા જ મતદાન કરી શકે છે. વર્તમાન ચૂંટણીમાં શેખ અબ્દુલ રશીદ અને અમૃતપાલસિંહ પોસ્ટલ બેલેટ માટે પાત્ર છે કારણ કે તે બંને જેલમાં છે.

- Advertisement -

ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી મતપત્રો દ્વારા યોજવામાં આવે છે. મતપત્રો સફેદ રંગના હોય છે. તેમાં બે સ્તંભ હોય છે એક સ્તંભમાં ઉમેદવારોના નામ હિન્દી અને અંગ્રેજીમાં હોય છે અને બીજા સ્તંભમાં મતદાન માટે ખાલી જગ્યા હોય છે જેમાં મતદારોએ તેમની પસંદગી 1 અથવા 2 તરીકે સંખ્યાઓમાં દાખલ કરવાની હોય છે. આ પસંદગીઓ ફકત સંખ્યામાં લખી શકાય છે શબ્દોમાં નહીં.

જ્યારે મતગણતરી એક કલાક પછી શરૂ થાય છે, ગણતરી માટે પહેલાં બધા મતપત્રોને અલગ પાડવામાં આવે છે જેમાં માન્ય અને અમાન્ય પત્રો અલગ કરવામાં આવે છે. જેમાં માન્ય મતોની સંખ્યા મુજબ ક્વોટા નક્કી કરવામાં આવશે. માન્ય મતોની સંખ્યાને બે વડે વિભાજીત કરી તેમાં એક ઉમેરીને ક્વોટા નક્કી કરવામાં આવે છે જેમ કે, જો કુલ માન્ય મતોની સંખ્યા 750 હોય તો કવોટા 376 થશે. જે ઉમેદવાર પ્રથમ પસંદગીના મતોના કવોટા કરતા વધુ મેળવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવશે. જો ગણતરીના પ્રથમ રાઉન્ડમાં કોઇને બહુમતિ ના મળે તો સૌથી ઓછા મત ધરાવતા ઉમેદવારને બહાર કરવામાં આવે છે તેના મત આગામી અગ્રતા અનુસાર અન્ય ઉમેદવારોને ટ્રાન્સફર કરવામાં આવે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી પુનરાવર્તિત થાય છે જ્યાં સુધી ઉમેદવાર બહુમતિ ન મેળવે. અહીં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોઇપણ પક્ષના પ્રતિક પર લડવામાં આવતી નથી. સભ્યો પોતાની ઈચ્છા મુજબ કોઇપણને મતદાન કરી શકે છે. આવી સ્થિતિમાં પક્ષપલ્ટા વિરોધી કાયદાની જોગવાઈઓ આમા લાગુ પડતી નથી. આ કારણે ક્રોસ વોટિંગ કરે તો તેમનું સભ્યપદ ગુમાવવાનો કોઇ ભય રહેતો નથી.

- Advertisement -

કયા સંજોગોમાં મતને અમાન્ય ગણવામાં આવે છે તે જાણીએ. જો કોઇ ઉમેદવાર વિરુધ્ધ પસંદગી (1) ન લખાયેલ હોય એક કરતા વધુ ઉમેદવારો વિરૂધ્ધ પસંદગી 1 લખાયેલ હોય, અસ્પષ્ટ રીતે પસંદગી લખાયેલી હોય, કોઇ ચિન્હ બનાવાયું હોય, પસંદગી અંકોના બદલે શબ્દોમાં લખાયેલી હોય, પોસ્ટલ બેલેટ પર સભ્યોની સહી અને તેની સાથે પ્રમાણપત્ર જોડાયેલું ન હોય અથવા તો જો પ્રમાણપત્રમાં જેલ અથવા કસ્ટડીના પ્રભારી વ્યક્તિની સહી ના હોય તો તે અમાન્ય માનવામાં આવે છે.

ત્યારે દેશની 17મી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે સંસદભવનમાં મતદાન શરૂ થઈ ગયું છે. સૌ પ્રથમ મતદાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યુ હતું. ત્યારે એનડીએના સી પી રાધાકૃષ્ણન અને I.N.D.I.A બ્લોકના ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી વચ્ચે મુકાબલો છે. લોકસભાના 542 અને રાજ્યસભાના 239 સભ્યો મતદાન કરશે. જ્યારે મત ગણતરી સાંજે 6 વાગ્યે શરૂ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular