Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા છે..? જાણો...

ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા છે..? જાણો…

પ્રાચિન કાળથી કોઇને કોઇ સ્વરૂપમાં ટોલ રોડ અસ્તિત્વમાં છે. જેમાં પગપાળા, વેગન અથવા ઘોડા પર સવાર થઈને પસાર થતા મુસાફરો પાસેથી ટોલ વસુલવામાં આવતો હતો. ત્યારે આ પ્રથા ઓટો મોબાઇલ સાથે પણ ચાલુ રહી અને ઘણાં આધુનિક ફકત મોટરવાહનો માટે ફી વસુલ કરે છે. ટોલની રકમ સામાન્ય રીતે વાહનના પ્રકાર, વજન અને એકસેલની સંખ્યા દ્વારા બદલાય છે ત્યારે આખા ભારતમાં ટોલ પ્લાઝા હશે પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ ટોલ પ્લાઝા છે…? ચાલો જાણીએ…

- Advertisement -

રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટોલપ્લાઝાની કુલ સંખ્યા રાજ્યો અનુસાર તેમનું વિતરણ કુલ ટોલ બુથ, ટોલ ચાર્જ અને ભારતની ફાસ્ટેગ ટોલ સિસ્ટમ અને ટોલ મહેસુલ વસુલાત વિશેના મુખ્ય મુદ્દાઓ છે. ભારતના હાઈ-વે તેની પરિવહન વ્યવસ્થાનો આધાર છે. તે રાજ્યો, શહેરો અને ઔદ્યોગિક કેન્દ્રોને જોડે છે. સરકાર દેશભરમાં જ્યારે ટોલ વસુલે છે ત્યારે ચાલો જાણીએ કે ભારતભરમાં કેટલા ટોલ પ્લાઝા છે ત્યારે ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 1087 ટોલ પ્લાઝા છે. જેનું સંચાલન રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા મંડળ દ્વારા કરવામાં આવે છે. આ ટોલ પ્લાઝાને સતાવાર રીતે યુઝર ફ્રી પ્લાઝા કહેવામાં આવે છે. જેમાંથી 457 ટોલ પ્લાઝા 2020 અને 2024 ની વચ્ચે બનાવવામાં આવ્યા હતાં. જો રાજ્ય ધોરીમાર્ગો એકસપ્રેસ વે અને શહેરના ટોલ પોઇન્ટનો પણ સમાવેશ કરીએ તો ટોલબુથની સંખ્યા 3000 થી વધુ થઈ જાય છે.

દરેક રાજ્યમાંથી પસાર થતા વાહનોના આધારે ટોલ પ્લાઝાની સંખ્યા આધારિત છે. ત્યારે અહીં વાત કરીએ રાજ્ય મુજબ ટોલ પ્લાઝાની તો સૌથી વધુ ટોલ પ્લાઝા રાજસ્થાનમાં છે. જેની સંખ્યા 156 છે. જ્યારે બીજા રાજ્યોની વાત કરીએ તો ઉત્તરપ્રદેશ 97, મધ્યપ્રદેશ 90, મહારાષ્ટ્ર 89, તમિલનાડુ 78, આંધપ્રદેશ 72, દિલ્હી NCR પ્રદેશ 60, ગુજરાત 58, કર્ણાટક – 55, હરિયાણા-45, પંજાબ – 40, કેરળ-35, ઓડિશા-30, બિહાર – 28, પશ્ચિમ બંગાળ – 25, ઝારખંડ-20 જેટલા ટોલ પ્લાઝા જોવા મળે છે.

- Advertisement -

રાજસ્થાન : ભારતમાં સૌથી વધુ 156 ટોલ પ્લાઝા રાજસ્થાનમાં છે. જેનું કારણ દિલ્હી, ગુજરાત અને મધ્યપ્રદેશને જોડતા લાંબા હાઈ-વેને આવરી લે છે.

- Advertisement -

ઉત્તર પ્રદેશ : ઉત્તરપ્રદેશ 97 ટોલ પ્લાઝા સાથે બીજા સ્થાને છે. આ રાજ્યમાં યમુના એકસપ્રેસ વે, આગ્રા લખનૌ એકસપ્રેસ વે અને પુર્વાચલ એકસપ્રેસ વે જેવા આધુનિક એકસપ્રેસ વે આવેલા છે. આ રસ્તાઓ પર દિલ્હી, આગ્રા, લખનૌ અને વારાણસીના કારણે ભારે ટ્રાફિક રહે છે.

મધ્યપ્રદેશ : મધ્યપ્રદેશને ભારતનું હૃદય કહે છે. જ્યાં લગભગ 90 ટોલપ્લાઝા છે. NH-44 અને NH-46 જેવા પ્રમુખ રાજમાર્ગોે આ રાજ્યમાંથી પસાર થાય છે.

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રમાં લગભગ 89 ટોલ પ્લાઝા છે. ભારતમાં પહેલો એકસપ્રેસ-વે મુંબઇ-પુના એકસપ્રેસ-વે દેશના બધાથી વ્યસ્ત ટોલ બુથોમાંનો એક ગણવામાં આવે છે.

તમિલનાડુ : તમિલનાડુમાં લગભગ 78 ટોલ પ્લાઝા છે. ચેન્નઇ કોઇમ્બતુર અને તિરુચિરાપલ્લીમાં મજબુત ઔદ્યોગિક આધાર હોવાને કારણે અહીંના હાઈ-વેનો ઉપયોગ ખુબ થાય છે.

આંધ્રપ્રદેશ : આંધપ્રદેશમાં 72 ટોલ પ્લાઝા છે. અહીંના મહત્વના રૂટમાં હૈદરાબાદ-વિજયવાડા હાઈ-વે, તમિલનાડુને જોડતો કોસ્ટલ હાઈ-વે અને બંગાળની ખાડીને સમાંતર ચાલતો NH-16 નો સમાવેશ થાય છે.

દિલ્હી NCR પ્રદેશ : દિલ્હી એનસીઆરમાં લગભગ 60 ટોલ પ્લાઝા છે. આમા ભારતમાં સૌથી વધુ આવક મેળવતા કેટલાંક ટોલ બુથનો સમાવેશ થાય છે.

ગુજરાત : ગુજરાતમાં લગભગ 58 ટોલ પ્લાઝા છે. આ ટોલ પ્લાઝા મુખ્યત્વે દિલ્હી-મુંબઇ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પર સ્થિત છે. ગુજરાતે અમદાવાદ, સુરત અને વડોદરાને જોડતા હાઈસ્પીડ રૂટ વિકસાવ્યા છે.

કર્ણાટક : કર્ણાટકમાં લગભગ 55 ટોલ પ્લાઝા છે. જેમાં મુખ્ય બેંગ્લુરૂ, મૈસુર એકસપ્રેસ વે, NH-48 અને NH-75 નો સમાવેશ થાય છે.

હરિયાણા : હરિયાણામાં લગભગ 45 ટોલ પ્લાઝા છે. જેમાંથી ઘણાં NH-44, NH-48 અને કુંડલી-માનેસર-પલવલ એકસપ્રેસ વેની આસપાસ છે.

આમ, જુદા જુદા રાજ્યોમાં ટોલ પ્લાઝા છે. જેનો ઉપયોગ ત્યાંથી પસાર થતા વાહનોના આધારે થતો હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular