જામનગર શહેરના મોરકંડા રોડ પર આવેલ રબાની પાર્ક વિસ્તારમાં રખડતા શ્વાન પર કેટલીક વ્યક્તિઓએ પાઈપ વડે હુમલો કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
View this post on Instagram
શહેરના લોકો સમક્ષ આવેલા આ દ્રશ્યોમાં મુંગા પશુ પર ક્રૂરતાથી માર મારવામાં આવી રહ્યો છે, જે જોઈને પ્રાણીઓ પ્રત્યે કરૂણા રાખનાર નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પશુઓ પર થતી આવી નિર્દયી હરકત સામે આવ્યુ છે. ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપી ગતિએ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને પશુપ્રેમીઓએ પણ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.


