જોડિયા પોલીસે બાદનપર ગામ પાસે આવેલ કનકેશ્વર મહાદેવથી ભાદરા ગામ તરફ જતાં વાડી વિસ્તારના કાચા રસ્તેથી એક બિનવારસુ મોટરકારમાંથી 72 નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી. કારચાલકની શોધખોળ હાથ ધરી હતી.
View this post on Instagram
આ અંગેની વિગત મુજબ જોડિયાના હે.કો. મેસુરભાઇ શિયાર, પો.કો. જયદીપભાઇ જેસડિયાને બાદનપર ગામે આવેલ કનકેશ્વર મહાદેવ મંદિરથી ભાદરા ગામ તરફ જતાં વાડી વિસ્તારના કાચા રસ્તે એક બિનવારસુ મોટરકારમાં દારૂનો જથ્થો પડયો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને જામનગર (ગ્રામ્ય) નાયબ પોલીસ અધિક્ષક આર. બી. દેવધાના માર્ગદર્શન મુજબ જોડિયાના પીઆઇ આર. એસ. રાજપૂત, હે.કો. મેસુરભાઇ શિયાર, પો.કો. જયદીપભાઇ જેસડિયા સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમ્યાન જીજે12-એકે-7393 નંબરની બિનવારસે સ્વિફ્ટ ડિઝાયર મોટરકારમાંથી રૂા. 79,200ની કિંમતની 72 નંગ દારૂની બોટલો ઝડપી લીધી હતી. દારૂની બોટલો તથા મોટરકાર સહિત કુલ રૂા. રૂા. 2,79,200ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો. કારચાલકની શોધખોળ આદરી હતી.


