Saturday, December 6, 2025
Homeવિડિઓએસઆરપી ગ્રુપ-17 ચેલા જામનગર ખાતે ગણપતિ મહોત્સવ - VIDEO

એસઆરપી ગ્રુપ-17 ચેલા જામનગર ખાતે ગણપતિ મહોત્સવ – VIDEO

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી ભકિતભાવ પૂર્વક કરવામાં આવી રહી છે. આ ગણેશ મહોત્સવ ઉજવણીમાં પોલીસ પરિવાર પણ જોડાયો છે. જામનગરના એસઆરપી ગ્રુપ-17 ચેલા ખાતે પણ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

એસઆરપી ગ્રુપ-17 ચેલા ખાતે હાલમાં ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ગઇકાલે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ પરિવાર સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. આ ગણેશ મહોત્સવને સફળ બનાવવા ગણપતિ કમીટીના અઘ્યક્ષ અને એસપીએસ કોમલ વ્યાસ, ચેરમેન અને ડીવાયએસપી એન.એમ. પટેલ, વાઇસ ચેરમેન અને પીએસઆઇ કે.પી. સોલંકી, સભ્યો એએસઆઇ લખમણભાઇ બારીયા, જયંતીભાઇ કંટારીયા, રાજેન્દ્રસિંહ ઝાલા, એએચસી ઘનશ્યામભાઇ ગઢાદરા, ભાવસિંહ દાહીમા, એપીસી આશિષભાઇ ભટ્ટ, દશરથભાઇ ખટાણા, દયાલગીરી ગોસ્વામી, નાગજીભાઇ સાંબડ, જયદીપભાઇ શ્યારા, કલાર્ક ગીરીરાજસિંહ ઝાલા, કુક મયુરસિંહ જાડેજા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular