જામજોધપુર ગામમાંથી પસાર થતી ઇનોવા કારને પોલીસે આંતરવાનો પ્રયાસ કરતાં ચાલકે ગાડી મારી મૂકતાં લોખંડની ગ્રીલ સાથે અથડાતાં ચાલક ગાડી મૂકી પલાયન થઇ ગયો હતો. પોલીસે તલાશી લેતાં કારમાંથી દેશીદારૂનો જથ્થો મળી આવતાં ચાલકની શોધખોળ આદરી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ જામજોધપુરમાંથી ઇનોવા કારમાં દેશીદારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવતો હોવાની હે.કો. રવિન્દ્રસિંહ જાડેજા, દેવરાજભાઇને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તથા એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ. એસ. રબારી તથા સ્ટાફએ વોચ ગોઠવી બાતમી મુજબની જીજે21-બીસી-6284 નંબરની ઇનોવા કારને આંતરવાનો પ્રયાસ કરતાં ચાલકને કાર ભગાવી મૂકી હતી. આ કારએ કાબૂ ગૂમાવતા સિદસર ગામના પુલ પાસે લોખંડની ગ્રીલમાં અથડાઇ હતી. ત્યારબાદ ચાલક કાર મૂકીને નાશી ગયો હતો. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં તેમાંથી રૂા. 40 હજારની કિંમતનો દેશીદારૂનો 200 લીટર મળી આવતાં જામજોધપુર પોલીસે રૂા. 5,40,000ની કિંમતનો મુદામાલ કબ્જે કરી આગળની તપાસ આરંભી હતી.


