Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમદુરાઇના મીનાક્ષી મંદિરની થીમ સાથે દગડુ શેઠ ગણપતિનું આયોજન

મદુરાઇના મીનાક્ષી મંદિરની થીમ સાથે દગડુ શેઠ ગણપતિનું આયોજન

બેડીગેઇટ કડિયા બજાર ખાતે કરાયું આયોજન : મંડળ દ્વારા વાસ, કંતાન તથા કાપડ સહિતની ચીજવસ્તુઓ વડે ગણેશજીની મુર્તિ બનાવાઇ

જામનગર શહેરમાં બેડીગેઇટ કડિયા બજાર ખાતે દગડુ શેઠ ગણપતિ સાર્વજનીક મંડળના ગણપતિ પંડાલના મદુરાઇના મિનાક્ષી મંદિરની અંદરની પરસાળની થીમ આધારીત સજાવટ કરવામાં આવી છે. જેમાં ભાવીકો મોટા પ્રમાણમાં દર્શનાર્થે પહોંચે છે.

- Advertisement -

જામનગર શહેરમાં ગણેશ મહોત્સવની ભકિતભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે. જામનગર શહેરના બેડીગેઇટ કડીયા બજાર નજીક ઘણા વર્ષોથી સાર્વજનીક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દગડુ શેઠ સાર્વજનીક ગણેશ ઉત્સવના સંયોજક રાજુભાઇ નાનાણી જણાવે છે કે, આ વર્ષે અહિં મદુરાઇના મીનાક્ષી મંદિરના અંદરના ભાગની પરસાળની થીમ આધારીત સજાવટ કરવામાં આવી છે. મદુરાઇના મીનાક્ષી મંદિરના અંદરના ભાગની પરસાળની પ્રતિકૃતિ સમાન 32 જેટલા પીલરો થર્મકોલની મદદરૂપે આયોજકો દ્વારા જાતે બનાવવામાં આવ્યા છે. તેમજ આ આયોજકોની ટીમ દ્વારા માટી, વાસ, કંતાન, કાપડ સહિતની ચીજ વસ્તુઓની ઉપયોગ વડે સાડા પાંચ ફુટની રચના કરવામાં આવી છે. તેમજ મુર્તિ ઉપર અને મુગટમાં સોનાનો વરખ વાપરવામાં આવ્યો છે. આ તમામ કામગીરી માટે લગભગ છેલ્લા બે માસથી વધુ સમયથી આયોજકો દ્વારા તૈયારી કરવામાં આવી રહી હતી.

આ ગણેશ ઉત્સવના દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે અહિં જામનગર શહેર ભાજપ મહામંત્રી મેરામણભાઇ ભાટુ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઇ ઉદાણી સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતાં. જેમનું મંડળના રાજુભાઇ નાનાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ દગડુ શેઠ ગણપતિ સાર્વજનીક મંડળના કાર્યકરો દ્વારા વર્ષ 2023માં કેદારનાથ મંદિર પરીસર અને વર્ષ 2024માં અયોઘ્યાના રામમંદિરને દર્શાવતા મંડપની સજાવટ કરી હતી અને આ વર્ષે 2025માં મદુરાઇ મંદિરની થીમ ઉપર સજાવટ કરવામાં આવી છે. આ તમામ આયોજનોમાં મંડળના રાજુભાઇ નાનાણી, વિશાલભાઇ પ્રજાપતિ, હર્ષ અને ઘ્યાન સહિતના ટીમના સભ્યો સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular