ભારતીય વિદેશ મંત્રાલયે ગઈકાલે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટવીટ કરી કહ્યું કે, ભારતીય સેના યુધ્ધાભ્યાસ માટે અલાસ્કા પહોંચી ગઈ છે. યુએસ 11 માં એરબોર્ન ડિવિઝનના સૈનિકો સાથે હેલિબોર્ન ઓપરેશન્સ, પર્વતીય યુદ્ધ, UAS/કાઉન્ટર UAS અને સંયુકત વ્યૂહાત્મક કવાયતોમાં તાલીમ લેશે જેનાથી UN PRO અને ડોમેન તૈયારીને પ્રોત્સાહન મળશે.
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વિવાદ વચ્ચે ભારતીય સેનાની એક ટુકડી યુધ્ધાભ્યાસ માટે અલાસ્કા પહોંચી છે. તો નૌકાળદળના યુદ્ધાભ્યાસનું પણ ટુંક સમયમાં આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે બન્ને દેશો વચ્ચે પહેલીથી 14 મી સપ્ટેમ્બર દરમિયાન યુધ્ધાભ્યાસ યોજાઈ રહ્યો છે.
તાજેતરમાં ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ટેન્શન ચાલી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી ભારત પર 50% ટેકસ ટેરિફ લાદવાના કારણે હાલ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી રહી છે. છતાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સહયોગનું બંધન હજુ પણ મજબુત છે. જે અંતર્ગત સોમવારે અલાસ્કામાં સૌથી વધુ લશ્કરી કવાયત ‘યુધ્ધાભ્યાસ’ શરૂ કરાયો છે. ત્યારે મદ્રાસ રેજિમેન્ટના 450 થી વધુ ભારતીય સૈનિકો યુદ્ધ કવાયત માટે અલાસ્કા પહોંચ્યા છે. જે અલાસ્કાના ફોર્ટ વેનરાઈટના બર્ફીલા વાતાવરણમાં યોજાઈ રહી છે. જ્યાં 14 સપ્ટેમ્બર સુધી યુએસ આર્મીના 11 મા એરબોર્ન ડિવિઝનના આર્કટિક વુલ્વ્સ બ્રિગેડકોમ્બેટ ટીમના પાંચમાં ઈન્ફન્ટ્રી રેજિમેન્ટ બીબકેટ્સના સૈનિકો સાથે ઉચ્ચ – ઉંચાઈના દાવપેચ અને વ્યૂહાત્મક કવાયત કરશે.
તાજેતરમાં હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડને યુએસ કંપની જનરલ ઈલેકટ્રીક તરફથી 99GE-F404 ટર્બોફેન એન્જિનનો પ્રથમ કન્સાઈનમેન્ટ મળવાનું શરૂ થયું છે. આ એન્જિન સ્વદેશી તેજસ માર્ક-1E ફાઈટર એરક્રાફટમાં ઈન્સ્ટોલ કરવામાં આવશે.
આ ઉપરાંત દરિયાઈ મોરચે પણ સહયોગ ચાલુ છે. ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટે્રલિયા, પશ્ર્ચિમ પ્રશાંત મહાસાગરમાં ગુઆમ કિનારે નવેમ્બરમાં યોજાનારી માલાબાર નૌકાદળ કવાયત માટે તૈયારી કરી રહ્યા છે. જો કે, વિશ્ર્વેષકો માને છે કે, જો વર્તમાન પરિસ્થિતિમાં ભારત – અમેરિકા સંબંધોમાં બગાડ ચાલુ રહેશે તો આગામી સમયમાં સંરક્ષણ સોદાઓ પર પુનવિચાર કરવો શકય છે.


