Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપાણાખાણમાં કૌટુંબિક વિવાદમાં યુવકની હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી પાડેલ - VIDEO

પાણાખાણમાં કૌટુંબિક વિવાદમાં યુવકની હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી પાડેલ – VIDEO

જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં કૌટુંબિક વિવાદના કારણે એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે આરોપી યુવાન તથા બે પુત્રને ઝડપી પાડ્યા છે.

- Advertisement -

મૃતક રોહિત પરમારની પત્ની રિસામણા બાદ પિયર ગયા હતા. રોહિત પરમાર સમજાવટ કરવા પોતાના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પરમારના ઘરે ગયા હતા. દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ વિવાદ વધતા નરેશ પરમાર, તેનો પુત્ર સુજલ પરમાર અને એક કિશોરે રોહિત પર પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો.

હુમલામાં રોહિત પરમારને છાતીના નીચેના ભાગે છરીના ઘા વાગ્યા હતા. તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

આ બનાવ અંગે પોલીસ દ્વારા નરેશ તુલસીભાઈ પરમાર, પુત્ર સુજલ પરમાર અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular