સામાન્ય રીતે કાર કંપનીઓ પોતાના લોગોમાં કંપનીના પહેલાં અક્ષરોનો વધુ ઉપયોગ કરતી જોવા મળતી હોય છે. જેમ કે, ટાટા, મહિન્દ્રા, રોલ્સ રોયસ વગેરે પરંતુ, એક બ્રિટિશ લકઝરી સુપરકાર બ્રાન્ડ ભગવાન ગણેશની છબીનો ઉપયોગ લોગો તરીકે કરે છે ચાલો જાણીએ..
સમગ્ર દેશભરમાં ગણેશ મહોત્સવ ધામધુમે ઉજવાઈ રહ્યો છે. ગલીગલીમાં ગણપતિ બાપ્પા મોરીયાના નાદો ગુંજી રહ્યા છે. લોકો ભાવ અને શ્રધ્ધા સાથે ગણપતિજીની ઘરે ઘરે પધરામણી કરે છે. પુજા – અર્ચના કરીને ગણેશ ઉત્સવ ઉજવે છે. ત્યારે અહીંથી હજારો કિલોમીટર દૂર આવેલા લંડનમાં પણ ગણપતિ બાપ્પાની ભકિતના પુરાવા જોઇ શકાય છે. સુખ, સમૃધ્ધિ, શાણપણ અને જ્ઞાનના દેવતા ગણેશજી મુર્તિ બ્રિટીશ લકઝરી કાર ઉત્પાદક કંપનીના લોગો તરીકે જોઇ શકાય છે. બ્રિટીશ ઓટોમોટિવ એન્જિનિયરીંગ કંપની લેન્ઝાન્ટેએ તેમના બ્રાન્ડ માટે ભગવાન ગણેશની મૂર્તિ પસંદ કરી છે.
જો તમે કાર કંપનીના લોગો પર નજર કરો તો ભગવાન ગણેશ પદમાસનમાં બેઠલા છે. બન્ને પણ જોડીને અને ચારેય હાથ ખુલ્લા છે. મસ્તક પર તાજ ગળામાં ફુલની માળા દેખાય છે. ત્યારે કંપની ભગવાન ગણેશના રૂપમાં બનાવેલ લેન્ઝેન્ટ બ્રાન્ડનો આ લોગો ફકત તેના વાહનો પર જ નહીં પરંતુ શોરૂમ અને મુખ્યાલયની ઈમારતો પર પણ પ્રદર્શિત કરે છે.

કંપની વિશે વાત કરીએ તો તે શાનદાર રીતે એન્જિનિયર્ડ કારનું ઉત્પાદન કરે છે. જેની સ્થાપના 1970 માં પોલ લેન્ઝાન્ટે દ્વારા કરાઇ હતી. કહેવાય છે કે, આ લોગો પોલ લેન્ઝેન્ટેને બીટલ્સ બેન્ડના સભય જર્યોજ હેરિસન દ્વારા સુચવવામાં આવ્યો હતો. જેઓ ગણેશજીને સારા નસીબનું પ્રતિક અને અવરોધોનો નાશ કરનાર માનતા હતાં જેથી જ્યારે હેરિસને તેમના નજીકના મિત્ર પોલ લેન્ઝેન્ટેને કાર કંપનીના લોગો તરીકે ભગવાન ગણેશની મુર્તિ માટે સુચન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, લેન્ઝાન્ટે લકઝરી સ્પોટર્સ કાર બનાવતું જાણીતું નામ છે. ત્યારે તેનો લોગો કંપનીના માલિકને ભગવાન ગણેશ પ્રત્યેની ભક્તિને પણ પ્રતિબીંબ કરે છે. ત્યારે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. દેશભરમાં જે રીતે લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે. ત્યારે અહીંથી હજારો કિલોમીટર દુર પણ શ્રદ્ધા અને ટેકનોલોજીનું મિશ્રણ જોવા મળે છે.


