જામનગર તાલુકાના દરેડ ગામમાં ભાડે મકાનમાં રહી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતી મહિલા બોગસ તબીબને એસઓજીએ ઝડપી લઇ રૂા. 4979નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસીમાં રૂમમાં ડોકટરની ડિગ્રી ન હોવાં છતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતી મહિલા અંગેની મયુરરાજસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઇ ડી. એન. ચૌધરી અને પીએસઆઇ એલ. એમ. જેર તથા એ. વી. ખેર અને સ્ટાફએ રેઇડ દરમ્યાન ‘જાહલ ક્લિનિક’ નામના દવાખાનામાં બોગસ તબીબ બાઘીબેન રણજિત ફાટલિયા (ઉ.વ.25) નામની બોગસ મહિલા તબીબને ઝડપી લઇ રૂા. 4979ની કિંમતની દવાઓ, સ્ટેથોસ્કોપ સહિતનો મુદામાલ કબ્જે કરી પંચકોષી ‘બી’ ડિવિઝનને સોંપી આપી હતી. જેના આધારે હે.કો. બી. આર. ગાગિયા તથા સ્ટાફએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


