સપ્ટેમ્બર-2025 થી ઘણાં મોટા ફેરફારો થઈ રહ્યા છે. જે દરેકના ખિસ્સાને અસર કરે તેવા છે. જેમાં ઘણાં ફેરફારો આવી રહ્યા છે કારણ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરીને ઘટાડો કર્યો છે એટલે કે સિલિન્ડર સસ્તો થઈ ગયો છે. બીજી તરફ બધા ફેરફારો વચ્ચે એક ચોંકાવનારા સમાચાર એ છે કે એસબીઆઈ કાર્ડે તેના કેટલાંક ક્રેડીટ કાર્ડ પર ઉપલબ્ધ રિવોર્ડ પોઈન્ટ્સ નાબુદ કરી દીધા છે તો ચાલો જાણીએ…
સપ્ટેમ્બરની શરૂઆતમાં પહેલાં ફેરફારની વાત કરીએ તો ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ ફરી એકવાર 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે. તેની કિંમત 51.50 રૂપિયાનો ઘટાડો થયો છે. જ્યારે 14 કિલોગ્રામના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. જ્યારે ઉડ્ડયન બળતણમાં ત્રણ ટકાના તિવ્ર વધારા પછી તેલ માર્કેટીંગ કંપનીઓએ 1 સપ્ટેમ્બર 2025 થી તેની કિંમત ઘટાડી દીધી છે. ATE ના ભાવમાં ઘટાડાથી એરલાઈન્સ સંચાલન ખર્ચમાં ઘટાડો થશે અને મુસાફરોની મુસાફરી સસ્તી થઈ શકે છે.
જ્યારે ક્રેડિટ કાર્ડ ધારકોને અસર કરશે. એસબીઆઈ કાર્ડર્સે તેના ગ્રાહકો માટે કેટલાંક વ્યવહારો પરના રિવોર્ડ પોઇન્ટ્સ નાબુદ કર્યા છે. જો તમે સતાવાર વેબસાઈટ પર જાહેર કરાયેલા સુચનો પર નજર નાખો તો લાઈફ સ્ટાઇલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ, સિલેકટ અને લાઈફ સ્ટાઈલ હોમ સેન્ટર એસબીઆઈ કાર્ડ પ્રાઈમ ધારકોને હવે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ પર કરવામાં આવેલા વ્યવહારો પર કોઇ રિવોર્ડ મળશે નહીં. આ સાથે સરકારી પોર્ટલ અથવા વેપારી વ્યવહારો પર રિવોડર્સ પણ નાબુદ કરવામાં આવ્યા છે. જ્યારે ચોથો ફેરફાર ભારતીય પોસ્ટના નિયમોને લગતો છે. 1 સપ્ટેમ્બર 2025 થી એક ફેરફારની જાહેરાત કરી હતી. જે હેઠળ સ્થાનિક સ્તરે પોસ્ટલ સેવાને મહિનાની પહેલી તારીખથી સ્પીડ પોસ્ટ સેવા સાથે મર્જ કરવામાં આવી રહી છે. જેનો અર્થ એ છે કે હવે રજિસ્ટર્ડ પોસ્ટ્સ પણ સ્પીડ પોસ્ટની જેમ મોકલી શકાય છે. હવે દેશની અંદર ઈન્ડિયા પોસ્ટમાંથી કોઇપણ રજિસ્ટર્ડ પોસ્ટ સ્પીડ પોસ્ટ ડિલિવરી હશે. જ્યારે વધુ એક ફેરફારની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં કોઇ મહત્વપૂર્ણ બેન્કીંગ કામ હોય તો આરબીઆઈની રજાઓની યાદી તપાસી લેજો. આ મહિનામાં બેંકો અડધા દિવસકામ કરશે નહીં. 15 દિવસ બેંકમાં રજાઓ રહેશે. જેની માહિતી આરબીઆઈની સતાવાર વેબસાઈટ પરથી મળી રહેશે. જ્યારે ઓનલાઈન બેન્કીંગની સેવાઓ 24X7 ખુલ્લી રહેશે.
સપ્ટેમ્બર માસ મહત્વપૂર્ણ છે. જેમાં આવક વેરા વિભાગે આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર કરી છે. રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવતા કેન્દ્રીય કર્મચરીઓ પાસે યુનિફાઈડ પેન્શન સ્કિમ પસંદ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો ટાઈમ છે. આ સિવાય આઈડીબીઆઈ બેન્ક કેટલાંક ખાસ સમયગાળાની સ્પેશિયલ એફડી ચલાવી રહ્યા છે જેની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે.


