રાજ્યના પોલીસ મહાનિરિક્ષક દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 118 પીએસઆઇની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત જામનગરમાં ફરજ બજાવતાં પાંચ પીએસઆઇની બદલી કરવામાં આવી છે.
રાજ્યના પોલીસ વિભાગમાં બદલીઓનો દૌર શરૂ થઇ ગયો છે. હાલમાં જ 105 જેટલા આઇપીએસ અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાજ્યના જુદા જુદા જિલ્લાઓના પોલીસ મથકોમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા 118 ફોજદારોની બદલીના આદેશ રાજ્યના પોલીસ મહાનિરિક્ષક દ્વારા કરવામાં આવ્યા છે. 118 પીએસઆઇની બદલીના ઓર્ડરોમાં જામનગર જિલ્લામાં ફરજ બજાવતા એસ. સી. સંગાડા જામનગરથી સી.આઇ.ડી. બ્રાન્ચ ગાંધીનગર, પી. એમ. અકવાલિયા જામનગરથી ગાંધીનગર, પી. વી. ગોહિલ જામનગરથી બનાસકાંઠા તથા આર. પી. જાડેજા જામનગરથી પૂર્વ કચ્છ ગાંધીધામ, એસ. આઇ. ગઢવી જામનગરથી ખેડા ખાતે બદલીઓ કરવામાં આવી છે. જ્યારે પશ્ચિમ કચ્છ ભૂજથી એમ. એમ. કુંભરવાડિયાને અને અમદાવાદ (ગ્રામ્ય)થી એમ. જે. વાળા તથા પશ્ચિમ કચ્છ ભૂજથી એચ. ટી. મથિયાની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં ફરજ બજાવતા આર. જી. વસાવાની નવસારી, આર. વી. જોષીની પશ્ચિમ ભૂજ કચ્છ ખાતે તેમજ ભાવનગરમાં ફરજ બજાવતા એચ. આર. જાડેજાને મોરબી મૂકવામાં આવ્યા છે.


