જામનગર શહેરના ગૌરવ દિપકકુમાર પુનાભાઈ જાદવ, જેઓ કોન બનેગા કરોડપતિ (KBC) માં પસંદગી પામીને 12 સવાલોના સાચા જવાબ આપી રૂા.12.50 લાખના વિજેતા બન્યા હતા તેમનો આજે જામનગરમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યો હતો.
ત્રિશાલી પાઉંભાજી, પંચેશ્વર ટાવર પાસે યોજાયેલા આ સન્માન સમારંભમાં જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા તરફથી ફુલહાર અને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સામાજિક આગેવાનો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દિપકકુમાર જાદવએ પૂર્વ બેન્ક કર્મચારી તેમજ હાલ ત્રિશાલી પાઉંભાજીના સંચાલક પુનાભાઈ જાદવના પુત્ર અને શહેર ભાજપ અગ્રણી સામતભાઈ પરમારના જમાઈ છે, તેમના આ સફળતા બદલ સમગ્ર જામનગરમાં ગૌરવની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મથર અને દ્વારા કરવામાં આવ્યું હતું.


