જામનગર તાલુકાના દરેડ ગામમાં મસીતિયા રોડ પર રહેતાં ઉત્તરપ્રદેશના ખરાઘાટ ગામનો વતની નૂરમોહમદ સીદીક દિલદારખાન નામના મજૂરીકામ કરતાં યુવાનની સાડા તેર વર્ષની પુત્રી ચાંદનીબેનનું ગત્ તા. 19ના વહેલી સવારના સમયે ઉત્તરપ્રદેશના સુધર ગામનો વતની પ્રદીપકુમાર ઉર્ફે રંગા રામશંકર નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ભગાડી ગયો હતો. આ અંગે બાળકીના પિતા દ્વારા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસે ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.


