જામનગર શહેરમાં વીજ ચોરીના કિસ્સાઓ પર અંકુશ મેળવવા માટે પીજીવીસીએલ દ્વારા ખાસ અભિયાન ચલાવવામાં આવ્યું છે. તે અંતર્ગત આજે વહેલી સવારે પીજીવીસીએલની ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં અચાનક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.
View this post on Instagram
ચેકિંગ દરમ્યાન પોલીસ જવાનોની ટીમ પણ સાથે રહી સુરક્ષા તથા કાયદો વ્યવસ્થાની જવાબદારી સંભાળી હતી. શહેરના જુના રેલ્વે સ્ટેશન વિસ્તાર, ભીમવાસ તેમજ નવાગામ જેવા પ્રેરણાક વિસ્તારોમાં અલગ અલગ ત્રણ ટીમો દ્વારા તપાસ કરવામાં આવી.
આ કામગીરી દરમ્યાન સંભવિત વીજ ચોરીના કિસ્સાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલ દ્વારા લોકોને કાનૂની રીતે વીજળીનો ઉપયોગ કરવાની અપીલ સાથે ચેતવણી આપવામાં આવી છે કે વીજ ચોરી કરનારાઓ સામે કડક કાયદેસર પગલાં લેવામાં આવશે.
વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ આવનારા દિવસોમાં પણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આવા અચાનક ચેકિંગ અભિયાન ચાલુ રહેશે.


