સોશિયલ મીડિયા પર પ્રાણીઓના કયુટ વીડિયો ઘણીવાર જોવા મળે છે. કેટલાંક વીડિયો એટલા વિચિત્ર હોય છે. કે તમે તેમના પરથી નજર હટાવી શકશો નહીં, જ્યારે કેટલાંક વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી શકશો નહીં. ત્યારે આ વીડિયોમાં દેડકાના કયુટ દ્રશ્યો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Heat index was 110 degrees so they offered him a cold drink. He went for a full body soak instead 🐸💚 pic.twitter.com/DHBDtCpZtc
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 19, 2025
દેડકાને આપણે હંમેશા આપણી આજુબાજુ પાણીમાં કુદકા મારતા જોઇએ છીએ. સામાન્ય રીતે તે ઠંડા વાતાવરણમાં રહેવા ટેવાયેલા હોય છે ત્યારે અત્યારના સમયમાં વાતાવરણ ખુબ તપી રહ્યું છે. ગરમીએ માજામુકી છે. ત્યારે વરસાદી વાતાવરણમાં પણ ખુબ જ ગરમી રહે છે. ત્યારે એક નાનો દેડકો તેના કુદકા મારવા માટે જાણીતો છે. એક માણસે તેને ઢાંકણમાં કોલ્ડડ્રિંક પીવડાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રતિક્રિયા ખુબ જ અદભૂત હતી જે જોયને મજાજ આવી જાય છે.
સોશિયલ મીડિયાના ડ પ્લેટફોર્મ પર @AMAZlNGNATURE નામના એક ભુતપુર્વ હેન્ડલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આમાં એક દેડકો એક ઈમારત પર બેઠો જોવા મળે છે. એક માણસ હાથમાં ઢાંકણ લઇને ત્યાં જાય છે. તે ઢાંકણમાં એક કોલ્ડ્રીંકસ છે. તેણે વિચાર્યુ કે તે દેડકાને આ કોલ્ડ્રીંકસ પીવડાવશે. જો કે, તે દેડકો ઢાંકણમાં જ કુદી પડે છે ત્યારે આ સુંદર વીડિયો સોશિયલ મીડિયા પર સહુનું ધ્યાન ખેંચ્યુ છે. ધોમધખતા તાપ વચ્ચે ઠંડુ પાણી પીવડાવવા ગયેલા વ્યક્તિને જોઇને દેડકાએ ઠંડા પાણીમાં કુદકો જ મારીને સંપુર્ણ ટાઢક મેળવી હતી.


