Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતરાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ : સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13 ઈંચથી વધુ...

રાજ્યના 226 તાલુકાઓમાં વરસાદ : સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13 ઈંચથી વધુ વરસાદ

શ્રાવણ માસના અંતિમ દિવસોમાં મેઘરાજાએ રાજ્યના 226 તાલુકાઓમાં ધડબડાટી બોલાવી. જૂનાગઢમાં છેલ્લાં 24 કલાકમાં સતત વરસી રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. મેઘરાજાના આકરારૂપે મેંદરડા, વંથલી અને કેશોદ સહિતના તાલુકાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.

- Advertisement -

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતના 226 તાલુકાઓમાં મેઘમહેર વરસી છે. ત્યારે સૌથી વધુ વરસાદ જૂનાગઢના મેંદરડામાં 13 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢના કેશોદમાં 11 ઈંચ, વંથલીમાં સવા દસ ઈંચ વરસાદ નોંધાયો છે. વંથલી તાલુકાના કણજા ગામમાં ભારે વરસાદને કારણે પાણી ભરાયા છે. જેમાં ત્રણથી ચાર લોકો ફસાયા હતાં. એનડીઆરએફ દ્વારા ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા હતાં. વલસાડના પારડીમાં પણ કરૂણ ઘટના બની હતી. ભેસુ ખાડીમાં કાર તણાતા શિક્ષિકા અને તેમની પુત્રીનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે એનડીઆરએફ દ્વારા મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -

અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 75% થી વધુ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 78% વરસાદ વરસ્યો છે. જેમાં રાજ્યના 70 ડેમ હાઈ એલર્ટ, 35 ડેમ એલર્ટ અને 16 ડેમ વોર્નિંગ એલર્ટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 75% થી વધુ જળસંગ્રહ થયો છે. હાલ રાજ્ય પર એક સાથે પાંચ વરસાદી સીસ્ટમ સક્રિય હોય આવનારા દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

- Advertisement -

પોરબંદરના ગામડાઓને જોડતા 38 રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતાં. જ્યારે વરસાદી પાણી જિલ્લાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતાં. ત્યારે અમરેલીના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો અને ખલાસીઓને પોતાની બોટ પરત બોલાવવા માટે આદેશ અપાયા છે. તો દેવભુમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular