Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ : 5000 કિ.મી. સુધીની ત્રાટકવાની રેન્જ

અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ : 5000 કિ.મી. સુધીની ત્રાટકવાની રેન્જ

ભારતે બુધવારે ઓડિશાના દરિયાકાંઠે ચાંદીપુર ખાતેના ટાર્ગેટેડ ટેસ્ટ રેન્જથી તેની અગ્નિ-5 મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલનું સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું. આ મિસાઈલ પરિક્ષણથી દેશની વ્યૂહાત્મક સંરક્ષણ ક્ષમતાઓમાં વધારો થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, સ્ટે્રટેજિક ફોર્સ કમાન્ડના નેજા હેઠળ હાથ ધરવામાં આવેલા આ પ્રક્ષેપણમાં મિસાઈલના તમામ ઓપરેશનલ અને ટેકનિકલ પરિણામોની પુષ્ટિ કરવામાં આવી હતી.

- Advertisement -

DRDO દ્વારા વિકસાવવામાં આવેલી આ એક લાંબા અંતરની પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઇલ છે. તે સૌથી અદ્યતન અગ્નિશ્રેણીની મિસાઇલ છે. જે આધુનિક નેવિગેશન, માર્ગદર્શન, વોરહેડ અને એન્જિન ટેકનોલોજી સાથે ડિઝાઈન કરવામાં આવી છે. જે તેની રેન્જ અને ચોક્કસાઇમાં વધારો કરે છે. અગ્નિ-5 મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજીથી સજ્જ છે. આ એક જ મિસાઇલને બહુવિધ પરમાણુ શસ્ત્રો વહન કરવાની મંજૂરી આપે છે.

અગ્નિ-5 માં નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. જેમાં સુધારેલ એવિઓનિક્સ, સુધારેલ રી-એન્ટ્રી હીટ શિલ્ડીંગ અને ઓપરેશનલ કામગીરી વધારવા માટે અદ્યતન માર્ગદર્શન પ્રણાલીઓનો સમાવેશ થાય છે. ભારત મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રિ-એન્ટ્રી વ્હીકલ ક્ષમતાનો સમાવેશ કરવા પર પણ કામ કરી રહ્યું છે. જે એક જ મિસાઇલને બહુવિધ લક્ષ્યાંકોને સ્પર્શ કરતી વખતે બહુવિધ વોરહેડ્સ વહન કરવાની મંજૂરી આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular