Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનું ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે વેલકમ -...

પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનું ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે વેલકમ – VIDEO

પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સ્વાગત : શહેર અને ગ્રામ્ય ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિત

રાજ્ય સરકાર દ્વારા 105 પોલીસ અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ અધિકારીઓમાં જામનગરના પોલીસ અધિક્ષકની સુરેન્દ્રગર ખાતે અને અમદાવાદના પોલીસ અધિક્ષકની જામનગર ખાતે બદલી કરવામાં આવી છે. આજે અમદાવાદથી બદલી થયા બાદ જામનગરમાં આગમન થતાં પોલીસ અધિક્ષકને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યારે બદલી થયેલા પોલીસ અધિક્ષકને શાનદાર વિદાય આપવામાં આવી હતી.

- Advertisement -

હાલમાં જ રાજ્યસરકાર દ્વારા રાજ્યના 105 આઇપીએસ અધિકારીઓની સામૂહિક બદલીના આદેશ કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરના પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર એસપી તરીકે અને અમદાવાદના એસપી ડો. રવિ મોહન સૈનીની જામનગરના પોલીસ અધિક્ષક તરીકે બદલી કરવામાં આવી હતી. આ બદલીના આદેશ બાદ આજે સવારે જામનગરના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુનો ભવ્ય વિદાય સમારંભ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે યોજવામાં આવ્યો હતો. આ પહેલાં જામનગરમાં બદલી થતાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનું જામનગર પોલીસ અધિક્ષક કચેરી ખાતે એસપી પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, આર. બી. દેવધા, વી. કે. પંડયા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું અને જામનગરમાં આગમન થતાં ડો. રવિ મોહન સૈનીને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સૈનીએ પોલીસવડા પ્રેમસુખ ડેલુ પાસેથી વિધિવત્ ચાર્જ સંભાળ્યો હતો. ત્યારબાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રેમસુખ ડેલુનો ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેર અને જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular