દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નવા પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત થયેલા જયરાજસિંહ વાળાએ આજે તેમની જવાબદારી સંભાળતા પહેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા જગતમંદિર દ્વારકાધીશ મંદિરે હાજરી આપી હતી. તેમણે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પૂજા-અર્ચના કરી અને જિલ્લાની શાંતિ, સુરક્ષા તેમજ પ્રજાહિત માટે આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
View this post on Instagram
આ અવસરે એસપી જયરાજસિંહ વાળાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક રીતે અત્યંત મહત્ત્વનો છે. અહીં પોલીસ તંત્રની પ્રાથમિકતા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે ભક્તો અને પ્રવાસીઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાની રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તંત્ર અને જનતાના સહકારથી જિલ્લાના સર્વાંગી વિકાસમાં યોગદાન આપી શકાશે.


