છેલ્લા ત્રણ દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સતત વરસતા વરસાદે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે અસર જોવા મળી રહી છે. ખાસ કરીને કલ્યાણપુર તાલુકાનું જામરાવલ ગામ તો જાણે વરસાદી પાણીના ઘેરાવમાં આવી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગામમાં ચારે તરફ વરસાદી પાણી છવાઈ જતાં કેટલાક રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બન્યો છે અને ગામજનોને અવરજવર કરવામાં મુશ્કેલી ઊભી થઈ છે. ખેતરોમાં એટલું પાણી ભરાયું છે કે જાણે તળાવો બન્યા હોય તેવી દ્રશ્યાવલિ સર્જાઈ છે.
View this post on Instagram
ડ્રોન તથા આકાશી દૃશ્યોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જામરાવલ ગામ ચારેય બાજુથી વરસાદી પાણીથી ઘેરાઈ ગયું છે. વરસાદી પાણીના કારણે જામરાવલ ગામ જાણે એક નાનકડા ટાપુમાં ફેરવાઈ ગયું હોય તેવી સ્થિતિનિર્માણથઈછે


