ભારતમાં લગભગ 3 અબજ ડોલરથી વધુનું ઓનલાઈન ગેમિંગનું માર્કેટ છે. ત્યારે વિવિધ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના 22 કરોડ ભારતીય યુઝર્સ છે ત્યારે હવે ઓનલાઈન સટ્ટો ગુનો ગણાશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવને લોકસભામાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 રજૂ કર્યુ હતું. ત્યારે સુરક્ષિત ડિજિટલ વિકાસની દિશામાં આ બિલ એક મોટું પગલું સાબિત થશે. ભારતના ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રમાં હવે સરકારના નિયંત્રણ હેઠળ સુવ્યવસ્થિત વૃધ્ધિ જોવા મળશે. જે જવાબદાર ગેમિંગ સુરક્ષિત ઈન્ટરનેટ અને સશકત અર્થતંત્ર ઈન્ટરનેટ અને સશકત અર્થતંત્ર સાથે ભારતના ડિજિટલ ભવિષ્યનું નિર્માણ કરવા માટે એક મહત્વપૂર્ણ સીમાચિન્હ સાબિત થશે.
નવા કાયદાથી બેટિંગ એપ્સ ચલાવનારાઓને સાત વર્ષ સુધીની જેલની સજા અને ભારે દંડ થશે, સટ્ટાબાજીને પ્રોત્સાહન આપતી એપ્સ અને વેબસાઈટ પર પ્રતિબંધ, કોઇપણ સેલિબ્રિટી આવી બેટીંગ એપ્સ સાથે જોડાશે નહીં અને જોડાશે તો કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. 28% જીએસટી લાગુ છે. હવે ગેમિંગથી થતી કમાણી પર 30% ટેકસની જોગવાઈ, વિદેશી એપ્સને પણ ટેકસ હેઠળ આવરી લેવાશે અને રજીસ્ટ્રેશન વિના ચાલતા પ્લેટફોર્મ બ્લોક થશે. લોકસભામાં ભારે હોબાળા વચ્ચે ઓનલાઈન ગેમિંગ બિલ રજૂ કરવામાં આવ્યું હતું જેને મંજૂરી મળી છે. હવે રાજ્યસભામાં આ ઠરાવ પસાર કરવામાં આવશે.
હવે દેશમાં ઓનલાઈન સટ્ટાબાજી દંડનીય ગુનો ગણાશે
લોકસભામાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયું


