આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે. બુમરાહની વાપસીથી પેસ યુનિટ મજબૂત બનશે જેમાં અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને હાર્દિક પંડ્યા પણ સામેલ છે. સ્પિન વિકલ્પોમાં કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલનો સમાવેશ થાય છે, જેમાં અભિષેક પાર્ટ-ટાઇમ કવર ઓફર કરે છે.
એશિયા કપ-2025 ખેલાડી
• સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
• શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
• અભિષેક શર્મા
• તિલક વર્મા
• હાર્દિક પંડ્યા
• શિવમ દુબે
• અક્ષર પટેલ
• જીતેશ શર્મા (વિકેટ કિપર)
• જસપ્રિત બુમરાહ
• અર્શદીપ સિંહ
• વરુણ ચક્રવર્તી
• કુલદીપ યાદવ
• સંજુ સેમસન (વિકેટ કિપર)
• હર્ષિત રાણા
• રિન્કુ સિંહ
સ્ટેન્ડબાય પ્લેયર્સઃ પ્રસિદ્ધ ક્રિષ્ના, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ.
ભારત-પાકિસ્તાન એક જ ગ્રૂપમાં
એશિયા કપમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈને એક જ ગ્રૂપમાં રાખવામાં આવ્યા છે. શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગ ગ્રૂપ બીમાં છે. ગ્રૂપમાં બધી ટીમ એકબીજા સામે 1-1 મેચ રમશે. ભારત 10 સપ્ટેમ્બરે યુએઈ, 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન અને 19 સપ્ટેમ્બરે ઓમાન સામે ટકરાશે.
ભારતે 8 વાર એશિયા કપ જીત્યો છે
એશિયા કપ 1984 માં શરૂ થયો હતો. આ ટુર્નામેન્ટ અત્યાર સુધીમાં 16 વખત રમાઈ છે. ભારતે સૌથી વધુ એટલે કે 8 વખત જીત મેળવી છે. શ્રીલંકાએ 6 વખત અને પાકિસ્તાને 2 વખત આ ટુર્નામેન્ટ જીતી છે.


