અવાર-નવાર હેલ્થને લઇને ગ્રુપમાં ચર્ચાઓ શરૂ થઈ જાય ત્યારે મોસમી ફળો, શાકભાજી, ડ્રાયફુટ્સ, સ્પ્રાઉટસની વાતો થતી જોવા મળે છે પરંતુ શું તમે કયારેય બાફેલી મગફળી કે બાફેલા શિંગદાણા ટ્રાય કર્યા છે…? તે સ્વાદમાં તો ખુબ જ ટેસ્ટી લાગે છે સાથે-સાથે સ્વાસ્થ્યને પણ એટલું જ ફાયદાકારક છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
બાફેલી મગફળીમાં પ્રોટીન અને ફાઈબરની માત્રા વધુ જોવા મળે છે જેને પરિણામે પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે જેથી વધુ ખાવાની ઈચ્છા થતી નથી અને વજન ઘટાડવામાં ઉપયોગી બને છે.

કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરે છે
બાફેલી મગફળીમાં મોનો-અનસેચ્યુરેટેડ અને પોલી-અનસેચ્યુરેટેડ ફેટ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે જે હૃદય માટે ફાયદકારક છે.
યાદશક્તિ સુધારે છે
બાફેલી મગફળી વિટામિન ઈ નો ઉત્તમ સ્ત્રોત છે. જે યાદશકિત સુધારે છે

પાચનમાં સહાયક
મગફળીમાં ફાઈબરની માત્રા સારી હોય તે પાચનમાં સહાયક છે.
હૃદય માટે ગુણકારી
બાફેલી મગફળીમાં સ્વસ્થ વસા હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખે છે.
બ્લડશુગરને નિયંત્રિત રાખે
મગફળીમાં ફાઈબર અને પ્રોટીન હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.
મગફળીને બાફીને ખાઈ શકાય.
શિંગદાણાને બાફીને ખાઈ શકાય.
તેને મસાલો, મીઠું, લીંબુ ઉમેરીને પણ ખાઈ શકાય.


