Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાંથી ચોરાઉ બાઇક સાથે તસ્કર ઝડપાયો

સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે દબોચ્યો : રૂા. 90 હજારનું ચોરાઉ બાઇક કબ્જે

જામનગર શહેરના લાલ બંગલા પાસે રણજિત ટાવરમાંથી ચોરી કરાયેલ બાઇક સાથે તસ્કરને જૂની ઇન્કમ ટેક્સ ઓફિસ પાસેથી સિટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ બાઇક ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ શહેરના લાલ બંગલા પાસે આવેલા રણજિત ટાવરમાંથી થોડાં સમય અગાઉ જીજે10-ડીપી-8990 નંબરનું રૂા. 90 હજારની કિંમતનું બાઇક ચોરી થયું હતું. આ બાઇક ચોરી આચરનાર તસ્કર અંગે પો.કો. જયદીપસિંહ જાડેજા, હે.કો. ક્રિપાલસિંહ સોઢા, પો.કો. પ્રહલાદસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ પી. પી. ઝા અને પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા, એએસઆઇ રાજેશભાઇ વેગડ, હે.કો. દશરથસિંહ પરમાર, ક્રિપાલસિંહ સોઢા, સંજયભાઇ પરમાર, પો.કો. જયદીપસિંહ જાડેજા, કલ્પેશભાઇ અઘારા, સાજિદભાઇ બેલીમ, ધર્મેન્દ્રસિંહ વાઢેર, પ્રહલાદસિંહ જાડેજા, વિપુલભાઇ ગઢવી સહિતના સ્ટાફએ જૂની ઇન્કમ ટેક્સ ઓફિસ સામે, ગોજિયા સ્કૂલવાળી શેરીમાંથી આંતરી લઇ પૂછપરછ હાથ ધરતાં શાહરૂખ ઉર્ફે કાલી અસગર મુલ્લા શેખ (ઉ.વ.23ા નામના તસ્કરને રૂા. 90 હજારની ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular