Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરની યુવતીને સોશિયલ મિડિયામાં બદનામ કરવાનુ કૃત્ય

જામનગરની યુવતીને સોશિયલ મિડિયામાં બદનામ કરવાનુ કૃત્ય

જામનગર શહેરમાં રહેતી યુવતીને વોટ્સએપ મેસેજ કરી જેમ ફાવે તેમ ગાળો કાઢી યુવતીના ચરિત્ર વિશે ઇન્સ્ટાગ્રામ આઇડી પર ફોટો અપલોડ કરી અન્ય વ્યક્તિ સાથે ફોટો વાયરલ કરી બદનામ કરનાર શખ્સ સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી યુવતીને મોબાઇલ નંબર +91-7778934492 વોટ્સએપ મેસેજ પર યુવતીને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને યુવતીના કેરેક્ટર વિશે ખરાબ બોલી “Princess_.78692” વાળા આઇડીના ડીપીમાં યુવતીનો ફોટો અપલોડ કરી ઇન્સ્ટાગ્રામ આઇડી “Princess_.78692” તથા “Firdosh_44” ઉપર યુવતી સાથે અન્ય વ્યક્તિના ફોટા અપલોડ કરી યુવતીને બદનામ કરવાનું કૃત્ય આચર્યું હતું. જેથી યુવતીએ આ કૃત્ય આચરનાર મોબાઇલધારક વિરૂઘ્ધ જામનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઇ આઇ. એ. ધાસુરા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આગળ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular