ફિનલેન્ડમાં 2000 ટન રેતીમાંથી બનેલી બેટરી, ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવાની એક શ્રેષ્ઠ રીત શોધી કાઢી ફિનલેન્ડે રેતીને બેટરીમાં ફેરવીને એક નવી પહેલ કરી છે. આ 13 મીટર ઉંચો ટાવર, જેમાં 2000 ટન રેતી છે તે 600 ડિગ્રી સુધી ગરમ કરીને વધારાની પવન અને સુર્ય ઉર્જાનો મહિનાઓ સુધી સંગ્રહ કરે છે. સસ્તી, ટકાઉ અને પર્યાવરણ માટે ફાયદાકારક આ ટેકનોલોજી ભવિષ્યની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે.
ફિનલેન્ડે એક અનોખી ટેકનોલોજીથી દુનિયાને આશ્ર્ચર્યચકિત કરી દીધી છે. હવે રેતીમાંથી પણ બેટરી બનાવી શકાય છે. જ્યારે આ કોઇ સામાન્ય બેટરી નથી પરંતુ 13 મીટર ઉંચો ટાવર છે. જે 2000 ટન રેતીથી ભરેલો છે. આ ટેકનોલોજી માત્ર સસ્તી જ નથી પણ પર્યાવરણ માટે પણ લાભદાયી છે તે સમગ્ર વિશ્ર્વમાં ઉર્જાની ક્રાંતિ લાવી શકે છે.
રેતીની આ બેટરીમાં રેતીનો ઉપયોગ ઉર્જા સંગ્રહ કરવા માટે થાય છે જ્યારે પવન અને સુર્યથી વધુ વીજળી ઉત્પન્ન થાય છે ત્યારે તે વધારાની ઉર્જા રેતીમાં નાખવામાં આવે છે જેમાં રેતીને 600 ડિગ્રી સે. સુધી ગરમ કરવામાં આવે છે જે મહિનાઓ સુધી રેતીમાં સમાયેલી રહે છે અને આ સંગ્રહનો જરૂર પડયે ઘરો કે ઉદ્યોગોમાં વાપરવામાં લઇ શકાય છે. આ બેટરીની સૌથી અગત્યની વાત એ છે કે તેમાં મોંઘા લિથિયમ કે સાધનોના બદલે સસ્તી પડે છે. રેતી એક સરળતાથી અને સસ્તો સ્ત્રોત છે. જેને ટાવરમાં ભરવામાં આવે છે આ ટેકનોલોજી લાંબા સમય સુધી ચાલે છે તેને બનાવતી કંપનીનો દાવો છે કે, આ બેટરી તમારા ફોન કે તેના આગામી વર્ઝન કરતા વધુ સમય સુધી કામ કરી શકે છે જે પર્યાવરણ માટે લાભદાયી છે.
આ ફિનિશ ટેકનોલોજી ગરમીનો સંગ્રહ કરીને ઉર્જાનો વધુ સારો ઉપયોગ કરવામાં મદદ કરે છે. શિયાળામાં જ્યારે પવન અને સુર્યથી ઓછી ઉર્જા મળે ત્યારે આ ગરમ રેતી ઉપયોગી થશે અને તેલ કે કોલસા જેવા ઈંધણનો વપરાશ ઓછો થશે જેના દ્વારા 2035 સુધીમાં ફિનલેન્ડને આબોહવા તટસ્થતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ મળશે તો વળી કાર્બન ડાયોકસાઈડ ઉત્સજર્નમાં પણ ઘટાડો કરી શકાશે.
ફિનલેન્ડના એક નાના શહેર પોર્નીનેનમાં આ ટાવર બનાવવામાં આવ્યો છે જેમાં 2000 ટન રેતી ભરવામાં આવી છે જેને ગરમ કરવા માટે નવીનિકરણીય ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે જે પોલર નાઈટ એનર્જી કંપની દ્વારા બનાવાયો છે. આ રેતીની બેટરીનો ઉપયોગ સમગ્ર વિશ્ર્વમાં થઈ શકે છે. કારણ કે તે સસ્તી અને સરળ છે જે દેશોમાં શિયાળો લાંબો ચાલે છે ત્યાં માટે ખુબ ઉપયોગી નિવડી શકે તેમ છે.


