જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા કે જેઓ પોતાના મત વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પણ ચિંતિત છે, અને ખાસ કરીને પરીક્ષાલક્ષી અભ્યાસ માટે વિદ્યાર્થીઓને વાંચનનું સ્થળ મળી રહે, તેવા ઉદ્દેશ્યથી વોર્ડ નંબર -2 માં નવા અને અત્યાધુનિક તમામ સુવિધાઓથી સુસજ્જ પુસ્તકાલય બનાવવા માટેની યોજના ઘડી કાઢી હતી, અને તેના અનુસંધાને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા 30 લાખના ખર્ચે નવા પુસ્તકાલયનું નિર્માણ કરવા માટેની પ્રક્રિયાઓ હાથ ધરાઈ છે.
જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારના વોર્ડ 02માં કોમ્પિટિટિવ પરીક્ષા(સરકારી)ની તૈયારી કરતા વિધાર્થીઓ અને નાગરિકોને વાંચન માટે પુસ્તકો તેમજ યોગ્ય સ્થળ મળી રહે, એ હેતુ થી ધારાસભ્ય રિવાબા જાડેજાની ગ્રાન્ટ માંથી આશરે રૂપિયા 30 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજજ એર કન્ડિશનની સુવીધા સહિતના મહારાણા પ્રતાપ પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત તારીખ 12ના સાંજે પાંચ કલાકે વોર્ડ નંબર 02 માં મચ્છરનગર વિસ્તારમાં રાખવામાં આવ્યું છે. જે ખાતમુહૂર્તના પ્રસંગમાં ઉત્તર વિધાનસભા વિસ્તારના સર્વે નાગરિકોએ પસ્થિત રહેવા ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા અનુરોધ કરાયો છે.


