Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં એક ડઝન જેટલા જુગાર સ્થળે પોલીસના દરોડા

જામનગર જિલ્લામાં એક ડઝન જેટલા જુગાર સ્થળે પોલીસના દરોડા

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના સેતાવાડમાં આવેલી ધ્રુવ ફળી શેરી નંબર બેમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડિયાતર, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચના અનુસાર, પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.

- Advertisement -

એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન ભરત ગોવિંદ દાવડા, અલ્પેશ મગન પરમાર, ઇલ્યાસ કુતુબુદીન ભારમલ, ભનુ બાબુ દાવડા, ચંદ્રેશ શાંતિ બોરસરા, વિશાલ કાંતિ રાઠોડ, મહેશ જગદિશ બોરસરા સહિતના આઠ શખ્સોને રૂા. 1,03,500ની રોકડ રકમ, રૂા. 1,60,000ની કિંમતના ચાર બાઇક, રૂા. 40 હજારની કિંમતના આઠ મોબાઇલ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામમાં રાજખોડલ કોમ્પ્લેક્ષ પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની હે.કો. લાખનસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે એએસપી પ્રતિભાની સૂચનાથી પીઆઇ પી. ટી. જયસ્વાલ, હે.કો. લાખનસિંહ જાડેજા, પો.કો. પ્રદીપ ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપસિંહ જેઠવા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન જશુભા ભગવાનજી ચુડાસમા, હરવિજયસિંહ ઉર્ફે વિજયસિંહ જગદિશસિંહ જાડેજા, જુસબ ખમીશા સોઢા નામના ત્રણ શખ્સોને રૂા. 17,140ની રોકડ અને રૂા. 7500ની કિંમતના ત્રણ મોબાઇલ, રૂા. બે લાખની કિંમતની આઇ-20 કાર મળી કુલ રૂા. 2,24,640ના મુદામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા અશ્ર્વિન ઉર્ફે કારિયો લલિત હિંસુ નામના ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગરના મોરકંડા રોડ પર રિઝવી પાર્કમાં ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની હે.કો. યોગેન્દ્રસિંહ સોઢા, હે.કો.વિજયભાઇ કાનાણી, પો.કો. ઋષિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, એએસઆઈ નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. શૈલેષભાઈ ઠાકરીયા, વિજય કાનાણી, હિતેશભાઇ સાગઠિયા, વિપુલભાઇ સોનગરા, યોગેન્દ્રસિંહ સોઢા, પો.કો. રાજેન્દ્રસિંહ ડોડિયા, યોગેન્દ્રસિંહ સોઢા, હરપાલસિંહ પરમાર, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે હિતેશ મગનલાલ વાઢેર, ભગવતીપ્રસાદ ઉર્ફે મુન્નો ભગવાનદાસ જામવેજા, હાજી અયુબ ખફી, અલી ઇબ્રાહિમ વારિયા, અયાન ઉર્ફે બાબા કાદર ચાકી, ભગવાનજી રામજી પરમાર, અબુ આમદ ફુલવડી, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા રૂપસિંહ રાઠોડ, ખલીલ ઇબ્રાહિમ કોરા સહિતના 10 શખ્સોને રૂા. 25,800ની રોકડ રકમ, રૂા. 30 હજારની કિંમતના 6 મોબાઇલ, રૂા. 75 હજારની કિંમતના ત્રણ બાઇક, ઘોડીપાસના બે નંગ મળી કુલ રૂા. 1,30,800ના મુદામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા આબિદ ઉર્ફે આબલો મકરાણી અને સાહીદ ઇમ્તીયાઝ ખફી સહિતના અગિયાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો ધ્રોલ તાલુકાના મોટા ઇટાળાથી હમાપર જવાના કાચા રસ્તે વાડી વિસ્તારમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની હે.કો. કલ્પેશભાઇ કામરિયા, રાજેશભાઇ મકવાણા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી (ગ્રામ્ય) ડીવાયએસપી આર. બી. દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એચ. વી. રાઠોડ, હે.કો. કલ્પેશભાઇ કામરિયા, રાજેશભાઇ મકવાણા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયાર, નાગજીભાઇ ગમારા, મનિષભાઇ વાડોલિયા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન પ્રવીણકુમાર અમૃતલાલ નિમાવત, કાંતિ ગંગારામ સંતોકી, નિલેશ લાલજી ગડારા, નરેન્દ્રસિંહ રામસંગ જાડેજા, લાલુભારતી બચુભારતી ગોસાઇ સહિતના પાંચ શખ્સોને ધ્રોલ પોલીસે રૂા. 38,600ની રોકડ રકમ, એક ટોર્ચ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

પાંચમો દરોડો જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામના બોરીયાબંધ સિમ વિસ્તારમાં વડલાના ઝાડ નીચે જુગાર રમાતો હોવાની પો.કો. વરજાંગભાઇ કટારા, પો.કો. રાજવીરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઇ વી. એસ. પટેલ, પો.કો. વરજાંગભાઇ કટારા, પો.કો. રાજવીરસિંહ પરમાર, ગૌતમભાઇ મકવાણા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન રીઝવાન ઉર્ફે મુન્નો દાઉદ ઓડિયા, શાંતિ ભીમજી પાંચાણી, નયન સોમા મકવાણા નામના ત્રણ શખ્સોને રૂા. 15,400ની રોકડ રકમ અને રૂા. 40 હજારની બે બાઇક મળી કુલ રૂા. 55,400ના મુદામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા જીતેન્દ્ર ચંદુ જાદવ સહિતના ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

છઠ્ઠો દરોડો જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં સ્ટ્રીટલાઇટના અજવાળે જુગાર રમાતો હોવાની એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. જયદીપસિંહ જાડેજા, પો.કો. અજયસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એચ. વી. રાઠોડ તથા ટીમ દ્વારા રેઇડ દરમ્યાન હસમુખ લાલજી બુસા, પ્રશાંત જેન્તી ભંડેરી, લલિત વલ્લભ વાગડિયા, ઉપેન્દ્ર લાલજી બુસા, વિજય ગીરધર વાગડિયા, જયેશ ભીખુ બુસા, કિશોર રામજી ભંડેરી સહિતના સાત શખ્સોને ઝડપી લઇ તેઓ પાસેથી રૂા. 33,750ની રોકડ રકમ, રૂા. 23 હજારની કિંમતના સાત નંગ મોબાઇલ મળી કુલ રૂા. 56,350ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

સાતમો દરોડો ધ્રોલ તાલુકાના હજારચોરામાં વાડી વિસ્તારમાં જુગાર રમાતો હોવાની હે.કો.જે. ડી. ગોગરા, જે. કે. દલસાણિયા, ડી. પી. વઘોરાને મળેલી બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઇડ દરમ્યાન મુન્નાલાલ ભીખા ભીમા, ધીરજલાલ ઉર્ફે ધીરૂ છગન ભીમાણી, લાલજી ભવાન ભીમાણી, ગુલાબસિંહ અનિરૂઘ્ધસિંહ જાડેજા, કરશન ઉર્ફે કશુ જબ્બરભા ભાણ નામના પાંચ શખ્સોને રૂા. 18,050ની રોકડ રકમ, ગંજીપના સાથે ઝડપી લીધા હતા.

આઠમો દરોડો કાલાવડ ગામમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઇ એન. વી. આંબલિયા, હે.કો. ધાનાભાઇ મોરી, જીતેનભાઇ પાગડાર, પો.કો. રણજિતસિંહ જાડેજા, પ્રકાશભાઇ મકવાણા, ભારતીબેન વાડોલિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન રણુજા રોડ પર જીઆઇડીસીના દરવાજા પાસેથી અશરફ નુરમામદ સમા, લીંબા લાખા બોરસરિયા, કલ્પેશ સંગ્રામ ઝાપડા, ચેતન ભીખુ સોલંકી, દેવજી ડાયા માટિયા, અરજણ ગોગન મેવાડા નામના છ શખ્સોની રૂા. 12,700ની રોકડ તથા ગંજીપના સાથે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નવમો દરોડો જામનગર જિલ્લાના ઝાખર ગામમાં જુગાર ચાલતો હોવાની પીઆઇ પી. ટી. જયસ્વાલ, પો.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે મેઘપર પોલીસે રેઇડ દરમ્યાન કાથળજી જેઠીજી ચુડાસમા, ધર્મેન્દ્રસિંહ પ્રભાતસિંહ જેઠવા, મહાવીરસિંહ ચંદુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ખાનુભા જાડેજા સહિતના ચાર શખ્સોને રૂા. 10,290ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દસમો દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલા મારૂતિનગર વિસ્તારમાં રેલવેના પાટા પાસે તીનપતીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઇ જે. જે. ચાવડા, હે.કો. જીતેન્દ્રસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ સોઢા, અર્જુનસિંહ જાડેજા, પો.કો. કૃષ્ણપાલસિંહ જાડેજા, ભૂપેન્દ્રસિંહ જાડેજા, કમલેશભાઇ કરથિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન કમલેશ રમેશ બુજડ, કેતન સુરેશ ઝાલા, ચમન દેવજી સોલંકી, અર્જુન દેવજી પડાયા, ગૌતમ પીઠા ચાવડા નામના પાંચ શખ્સોને રૂા. 11,040ની રોકડ રકમ, ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular