Friday, December 5, 2025
Homeરાજ્યહાલારલાલપુરના મોટી રાફુદડ ગામે કૂવાનું પાણી પાકમાં પાવા બાબતે બઘડાટી

લાલપુરના મોટી રાફુદડ ગામે કૂવાનું પાણી પાકમાં પાવા બાબતે બઘડાટી

બે શખ્સોએ ખેડૂતને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી : પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ

લાલપુરના મોટી રાફુદડ ગામે કૂવાનું પાણી પાકમાં પાવા બાબતે બે શખ્સોએ ખેડૂતને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં મોટી રાફુદડ ગામે રહેતાં અને ખેતીકામ કરતાં બશીર સુવાલી બેગ નામના ખેડૂત તથા આરોપીની મોટી રાફુદડ ગામે સંયુક્ત ભાગે પાણીનો કૂવો આવેલો હોય, જ્યાં ગત્ તા. 08ના રોજ સવારના સમયે ફરિયાદી કૂવાનું પાણી પાકમાં પાવા ગયા હતા. આ દરમ્યાન ઇબ્રાહિમ કાસમ બેગ તથા ઉમર કાસમ બેગ નામના બન્ને શખ્સોએ ત્યાં આવી, “અમોને પૂછયા વગર તું કેમ પાણી વાળશ?” તેમ કહી ઇબ્રાહિમે પોતાના હાથમાં રહેલ કૂહાડી વડે ફરિયાદીને માથામાં ઘા ફટકાર્યો હતો. અન્ય આરોપી ઉમરએ પણ પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને આડેધડ માર મારતા ફરિયાદીને ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. ફરિયાદીને, ‘હવે પછી અમને પૂછયા વગર કૂવાનું પાણી ચાલુ કર્યું તો જાનથી પતાવી દેશું.” તેવી ધમકી આપી હતી.
આ અંગે બશીરભાઇ દ્વારા લાલપુર પોલીસ સ્ટેશનમાં ઇબ્રાહિમ કાસમ બેગ તથા ઉમર કાસમ બેગ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવાતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular