ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી વિંધાણી વાડી ખાતે રહેતા માંડણ મહેશ માયાણી નામના શખ્સ દ્વારા પોતાના કબજામાં છુપાવીને રાખેલી રૂપિયા 11,700ની કિંમતની વિદેશી દારૂની 9 બોટલ પોલીસે કબજે કરી પ્રોહી. એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. દારૂનો આ જથ્થો તેણે ચના રબારી નામના શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત પણ પોલીસ સમક્ષ આપવામાં આવી છે. જે અંગે ખંભાળિયા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મીઠાપુર તાબેના ભીમરાણા ગામેથી પોલીસે સંજયસિંહ કિરીટસિંહ વાઢેર નામના શખ્સને તેની આઈ-20 કારમાંથી 11 હજારની કિંમતની વિદેશી દારૂની 10 બોટલ તેમજ રૂપિયા 4,400ની કિંમતના બિયરના 20 ટીન સાથે ઝડપી લીધો. આ પ્રકરણમાં પોલીસ રૂપિયા ત્રણ લાખની કિંમતને કાર સહિત કુલ રૂ. 3,15,400નો મુદ્દામાલ કબજે કરી, આગળની તપાસ હાથ ધરી છે.
ભાણવડથી આશરે 13 કિલોમીટર દૂર કપૂરડી નેસથી મોડપર ગામ વચ્ચે વહેલી સવારના સમયે પસાર થઈ રહેલી જી.જે. 10 એ.પી. 5355 નંબરની સ્કોર્પિયો મોટરકારને પોલીસે અટકાવતા આ મોટરકારમાં રહેલા બે શખ્સો પોતાનું વાહન મૂકીને નાસી છૂટ્યા હતા. આ મોટરકારની તપાસમાં તેમાંથી રૂપિયા 1.20 લાખની કિંમતનો 600 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂ. 3.70 લાખનો મુદ્દામાલ કબજે કરી, આ પ્રકરણમાં ભાણવડ તાલુકાના મોડપર ગામના વિક્રમ નારણ નંદાણીયા અને પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ભરત જેસા રાડા નામના બે શખ્સોને ફરાર જાહેર કરી, ગુનો નોંધવામાં આવ્યો છે.


