આપણે અવાર-નવાર સાંભળતા હોઇએ છીએ કે સવારનો નાસ્તો દરેક વ્યક્તિ માટે મહત્વનો છે. દરેકે સવારનો નાસ્તો અચુક લેવો જોઇએ ત્યારે ચાલો સવારના નાસ્તામાં ઉમેરી શકાય તેવા કેટલાંક સ્પ્રાઉટ્સ વિશે વાત કરીએ.
સવારનો નાસ્તો હંમેશા સ્વસ્થ હોવો જોઇએ. સવારે સ્વસ્થ નાસ્તો કરવાથી દિવસભર કામ કરવાની ઉર્જા મળે છે આવી સ્થિતિમાં જો સવારના નાસ્તામાં સ્પ્રાઉટ્સ લેવામાં આવે તો તે એક બેસ્ટ વિકલ્પ છે. નાસ્તોએ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે ત્યારે સ્પ્રાઉટ્સ એ આપણા માટે ઉર્જા અને પોષણનું ઉત્તમ સંયોજન છે.
સ્પ્રાઉટ્સમાં પ્રોટીન, વિટામિન્સ, ફાઈબર, એન્ટી ઓક્સિડન્ટ ખુબ માત્રામાં જોવા મળે છે તે પચવામાં સરળ હોય છે. તે લાંબા સમય સુધી પેટને ભરેલું રાખે છે ત્યારે ચાલો અહીં કેટલાંક સ્પ્રાઉટ્સ વિશે જાણીએ કે જેને તમે તમારા સવારના નાસ્તામાં ઉમેરી શકો છો.
મગની દાળના ફણગા
મગની દાળના ફણગા પ્રોટીન, ફાઈબર અને વિટામિન સી નો ઉત્તમ સ્ત્રોત છે તે વજન ઘટાડવામાં ઉત્તમ છે. તે ચયાપચયને ઝડપી બનાવે છે. તેને મીઠું, કાળા મરી અને લીંબુ સાથે ખાવું જોઇએ.
કાળા ચણાના ફણગા
કાળા ચણાના ફણગા આયર્ન, ફોલેટ અને પ્રોટીનથી ભરપુર છે તે સ્નાયુને મજબુત બનાવે છે તે એનિમિયા અટકાવે છે અને ઉર્જા વધારે છે. તેને ઉકાળીને થોડું જીરું અને લીંબુ ઉમેરી ખાઈ શકાય છે.
સોયાબીન સ્પ્રાઉટ્સ
સોયાબીન સ્પ્રાઉટ્સમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે તે ઓમેગા-3 ફેટી એસિડથી ભરપુર છે. સ્નાયુઓના નિર્માણ, હોર્મોન સંતુલન અને માનસિક સ્વાસ્થ માટે અસરકારક છે.
ઘઉંના બીજના અંકુર
ઘઉંના સ્પ્રાઉટસમાં વિટામિન ઈ, બી અને ફાઈબર છે તે ત્વચાને ચમકદાર બનાવે છે તે ચયાપચયને સુધારે છે.
મસુરની દાળના ફણગા
મસુરની દાળ પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે તે હૃદયને સ્વસ્થ રાખે છે. વજન ઘટાડે છે.
સવારના નાસ્તામાં ફણગાવેલા કઠોળને કાચા, બાફેલા, સલાડ તરીકે અથવા ચાટ બનાવીને ખાઈ શકાય છે તેને લીંબુ, ટમેટા, લીલા મરચા, કોથમરી સાથે લઇ શકાય છે. સ્પ્રાઉટસનું નિયમિત સેવન તમને સ્વસ્થ ઉર્જાવાન અને ફેટ રાખે છે.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


