Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમેઘપરના ખેતરમાંથી તીનપતીનો જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા

મેઘપરના ખેતરમાંથી તીનપતીનો જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા

રૂા. 1.69 લાખનો મુદામાલ કબ્જે : ખેતરના માલિક સહિત સાત ઝબ્બે : જામનગરમાંથી તીનપતી રમતા નવ શખ્સ ઝડપાયા

જામજોધપુર તાલુકાના મેઘપર ગામના સીમ વિસ્તારમાં ખેતરની ઓરડીમાંથી તીનપત્તીનો જુગાર રમતા ખેતરમાલિક સહિતના સાત શખ્સોને પોલીસે રૂા. 1,69,000ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ 49માંથી જુગાર રમતા નવ શખ્સોને પોલીસે ઝડપી લઇ તેઓ પાસેથી રૂા. 20,260ની રોકડ અને ગંજીપના કબ્જે કર્યા હતા.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના મેઘપર ગામમાં જીવાધાર સીમમાં આવેલા હાસમ સુલેમાન ઘુઘાના ખેતરની ઓરડીમાં બહારથી માણસો બોલાવી તીનપત્તીનો જુગાર રમાડાતો હોવાની બાતમીના આધારે પીએસઆઇ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફએ રેઇડ દરમ્યાન હાસમ સુલેમાન ઘુઘા, રીઝવાન અબ્દુલ જુણેજા, મયૂર શાંતિલાલ આરંભડિયા, ભીમશી કેશુવાઢિયા, પરેશ નાનજી મંડલી, સુરેશ ત્રિભૂવન પરમાર, ચેતન ગોવિંદ મકવાણા નામના સાત શખ્સોને રૂા. 1,04,000ની રોકડ રકમ, રૂા. 65 હજારની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા. 1,69,000નો મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી લઇ નાશી ગયેલા બે શખ્સો સહિત નવ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર શહેરના 49-દિ. પ્લોટ વિસ્તારમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન જયેશ કિશોર સોલંકી, હિતેશ પ્રવીણ પરમાર, મિલન કિશોર સોલંકી, આશિષ સુરેશ સોલંકી, પ્રદીપ દલપત વાઘેલા, પ્રથમ સંજય ઝાલા, કૌશિક જયેશ રાઠોડ અશોક મંગા કબીરા, દર્શન યોગેશ વાઘેલા નામના નવ શખ્સોને ઝડપી લઇ તેઓ પાસેથી રૂા. 20,260ની રોકડ અને ગંજીપના કબ્જે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામજોધપુરના ભગવતીપરામાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીનપત્તીનો જુગાર રમતી 6 મહિલાઓને સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા. 5640ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો જામનગર તાલુકાના રાસંગપર ગામમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની હે.કો. લખનસિંહ જાડેજા, પો.કો. ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી, એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી. ટી. જયસ્વાલના વડપણ હેઠળ સ્ટાફએ રેઇડ દરમ્યાન કેવલ અમૃતલાલ ગડા, પ્રફૂલ્લ આણંદભાઇ કરણિયા, દિનેશ લગધીરભાઇ કરણિયા નામના ત્રણ શખ્સોને રેઇડ દરમ્યાન રૂા. 10,240ની રોકડ રકમ, ગંજીપત્તા સાથે ઝડપી લઇ આગળની તજવીજ હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો જામનગરના લાલપુર ગામમાં ધરારનગરમાં જાહેરમાં જુગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઇડ દરમ્યાન અલ્તાફ હાસમ ગજણ, બાલા રાણા કાપડી, રણજિત કારા કટારિયા, કમલેશ મલુકદાસ મકવાણા, સુરેશ કેશુ શિંગરખિયા, સાગર શકુ ચુડાસમા નામના છ શખ્સોને રૂા. 5081ની રોકડ રકમ અને ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતા.

છઠ્ઠો દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં મારવાડીવાસ વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટો ઉપર એકી-બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરતાં મુકેશ નારણ ગોદડિયા અને વિક્રમ સોમા ગોદડિયા નામના બે શખ્સોને પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 1110ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular