ગુજરાતી સિનેમાને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ‘ગુણવતા સમન્વિત પ્રોત્સાહન નીતિ – 2019 અંતર્ગત વર્ષ 2023 માટેના પારિતોષિકોની જાહેરાત કરાઇ હતી ત્યારે વર્ષ 2023 દરમિયાન રિલીઝ થયેલી કુલ 46 કેટેગરીમાંથી 40 કેટેગરીમાં વિજેતાઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર તથા ટ્રોફી એનાયત કરશે. જેમાં કલાકારો, દિગ્દર્શકો અને ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

જેમાં શ્રેષ્ઠ ચલચિત્રમાં કર્મ કે જેના નિર્માતા ચિન્મય પુરોહિત અને નિરજ નાઈક અને સુબ્રમણ્યમ ઐયાર છે. જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી બ્રિન્દા ત્રિવેદી કર્મ માટે અને શ્રેષ્ઠ અભિનેતા ચેતનકુમાર ધાનાનીને કર્મ માટે પસંદગી કરાઇ છે.




