Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર તાલુકાના સપડા ગામ સહિત જુદા જુદા ચાર જુગાર સ્થળોએ દરોડા

જામનગર તાલુકાના સપડા ગામ સહિત જુદા જુદા ચાર જુગાર સ્થળોએ દરોડા

સપડામાંથી તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા : રૂા. 43,440નો મુદામાલ કબ્જે : સૂર્યપરામાંથી જુગાર રમતાં પાંચ શખ્સો ઝબ્બે : રૂા. 54,200નો મુદામાલ કબ્જે

જામનગર તાલુકાના સપડા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા આઠ શખ્સોને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રૂા. 43,440ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતા. જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાંથી જુગાર રમતા પાંચ શખ્સોને પોલીસે રૂા. 54,200ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર તાલુકાના સપડા ગામમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતા સ્થળે પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રાજભા ગગુભા જાડેજા, વનરાજસિંહ મહોબતસિંહ જાડેજા, બહાદૂરસિંહ ગગુભા જાડેજા, જગદિશ રમણિક ચોવટિયા, યુવરાજસિંહ બહાદૂરસિંહ જાડેજા, અનિરૂઘ્ધસિંહ મનુભા જાડેજા, રવિન્દ્રસિંહ નવલસિંહ પરમાર, કૃપાલસિંહ જયેન્દ્રસિંહ જાડેજા સહિત આઠ શખ્સોને રૂા. 36,440ની રોકડ રકમ અને રૂા. 7 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 43,440ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો જામનગર તાલુકાના સૂર્યપરા ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતો હોવાની પીએસઆઇ એ. આર. પરમાર, પો.કો. હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણિયાને મળેલી બાતમીના આધારે પીઆઇ એમ. એન. શેખ, પીએસઆઇ એ. આર. પરમાર, એએસઆઇ નિર્મળસિંહ જાડેજા, હે.કો. ચેતનભાઇ ઘાઘરેટિયા, જયદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પો.કો. હરદેવસિંહ ઝાલા, કમલેશભાઇ ખીમાણિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન અનવર મહમદ સપડિયા, રાજેન્દ્ર મન્શારામ પંડયા, કાળુ જાદા પડસાડિયા, રાજેન્દ્રસિંહ છત્રસિંહ જાડેજા, વિક્રમ લાખા મકવાણા સહિતના પાંચ શખ્સોને રૂા. 42,200ની રોકડ રકમ, રૂા. 12 હજારની કિંમતના પાંચ નંગ મોબાઇલ મળી કુલ રૂા. 54,200ના મુદમાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો જામનગર શહેરના મહાદેવનગરમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં આશિષ દયાશંકર પંડયા, નંદસિંઘ બજરંગસિંઘ રાઠોડ નામના બે શખ્સો તથા ચાર મહિલા સહિત 6 શખ્સોને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમ્યાન રૂા. 6310ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોથો દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામમાં કારા ભુંગા વિસ્તારમાંથી તીનપત્તીનો જુગાર રમતા નરેશ માધા પરમાર, ભાવેશ ધીરજ ડોડિયા, ભરત ઈશ્વર સાગઠિયા, અશોક લાલજી પરમાર, ભગીરથસિંહ રઘુવીરસિંહ જાડેજા નામના પાંચ શખ્સોને સિક્કા પોલીસે રૂા. 2610ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular