દિલ્હીના જહાંગીરપુરીમાં 15 વર્ષની છોકરીના પ્રેમમાં પાગલ એક પ્રેમીએ ક્લિનિકની અંદર ચાર ગોળીઓ મારી અને એક તરફી પ્રેમ લોહિયાળ પ્રેમમાં ફેરવાઈ ગયો.
દિલ્હીના જહાંગીરપુરીનો વિસ્તાર અચાનક ગોળીબારના અવાજથી ધ્રુજી ઉઠયો. ડોકટરના ક્લિનિકમાં હાજર 15 વર્ષનો સગીર છોકરીને તેના પાડોશમાં રહેતાં એક છોકરાએ ગોળી મારી દીધી. તે પણ એક નહીં પણ ચાર ગોળી. કારણ હતું એક તરફી પ્રેમ, અને અંતે એક તરફી પ્રેમની વાર્તાનો લોહિયાળ અંત બન્યો.
ઘટના અંગે વાત કરીએ તો જહાંગીરપુરી વિસ્તાર બપોરે રાબેતા મુજબ વ્યસ્ત હતો અને અચાનક ડી-બ્લોકની ગલીમાં અંધાધુંધી મચી ગઈ. ડોકટરની ક્લિનિકમાં અનેક ગોળીઓનો અવાજ ગુંજી ઉઠયો. 15 વર્ષની સગીરા તેના મિત્ર સાથે ક્લિનિકમાં દવા લેવા ગઈ હતી અને તેને કયાં ખબર હતી કે આ તેની છેલ્લી ક્ષણ હશે. અચાનક 20 વર્ષનો યુવાન અંદર પ્રવેશ્યો તેના હાથમાં બંદુક અને આંખોમાં જુસ્સો હતો. ડોકટર કંઈક સમજે તે પહેલાં એક પછી એક ચાર ગોળીઓ ચલાવી હતી. જેમાંથી એક ખભામાં, એક પેટમાં અને બે છાતીમાં ધબરાવામાં આવી અને નેહાની આંખ મીચાઇ ગઈ અને તેનો મિત્ર ચિસો પાડતો રહ્યો.
અચાનક બનતી આ ઘટનાના પરિણામે સર્વત્ર મૌન છવાયું અને પછી પોલીસને જાણ કરાઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યાં લોહીથી લથપથ સગીરાને ડોકટરોએ મૃત જાહેર કરી. તેવામાં તેણીના પરિવારજનો ત્યાં પહોંચ્યા. માતા આ ચિસો જોઇને બેભાન થઈ ગઈ તો પિતાના આંસુઓ વહેવા લાગ્યા. પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવક તેણીના પરિચયમાં કેટલાંક સમયથી હતો પરંતુ, તેણીએ હવે તેનાથી દૂર રહેવાનું શરૂ કરતા તેનું પાગલપન વધી ગયું હતું. અને અંતે એક તરફી આ પ્રેમનો લોહિયાળ અંત આવ્યો. પોલીસની તપાસ ચાલુ છે તે યુવકની શોધખોળ ચાલુ છે. ત્યારે આવા કિસ્સાઓ ધવતા જઈ રહ્યા છે. લોકોનો પ્રેમ પાગલપનમાં ફેરવાઈ રહ્યો છે. લોકો કયાંકને કયાંક માનસિક રીતે અસ્વસ્થ થઈ રહ્યા છે. જરાપણ ધીરજ રાખ્યા વગર સતત પોતાની ઈચ્છા મુજબનું વાતાવરણ બનાવવા જઝુમી રહ્યા છે.
દિલ્હીના ઉત્તર પશ્ચિમ જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. હત્યા અને હુમલાઓ સામાન્ય બની રહી છે ત્યારે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું એક તરફી પ્રેમ હવે ખુલ્લેઆમ હત્યામાં પરિણમશે…? છોકરીઓની ‘ના’નું કોઇ મહત્વ જ નહીં રહે..? ત્યારે સગીરાને ન્યાય મળશે ખરો..? તેનો આરોપી પકાડશે ખરો..?


