Friday, December 5, 2025
Homeધર્મ / રાશિદ્વારકામાં એકાદશી ઉત્સવ, ઉત્સવમુર્તિની પાલખીયાત્રાને ગાર્ડ ઓફ ઓનર - VIDEO

દ્વારકામાં એકાદશી ઉત્સવ, ઉત્સવમુર્તિની પાલખીયાત્રાને ગાર્ડ ઓફ ઓનર – VIDEO

- Advertisement -

શ્રીકૃષ્ણની નગરી દ્વારકાધામમાં પવિત્રા એકાદશીનો પાવન અને ભવ્ય ઉત્સવ ઊજવાયો હતો. ભગવાન શ્રીદ્વારકાધીશને વિશેષ શ્રૃંગારમાં પવિત્રા ધારણ કરાવવામાં આવ્યા હતા. મંદિર પ્રાંગણમાં ભક્તોના ઘનઘોર જયઘોષ અને ધૂન સાથે સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો આરંભ થયો હતો.

આ અવસરે મંદિર પટાંગણમાં પોલીસ વિભાગ દ્વારા ભગવાન શ્રીદ્વારકાધીશને પરંપરાગત રીતે ગાર્ડ ઓફ ઓનર પણ અર્પણ કરવામાં આવ્યો, જેનો ભક્તોએ ભારે ભાવવેહલ સ્વાગત કર્યું હતું. સાંજના સમયે રાણીવાસ ખાતે બિરાજમાન ઉત્સવ સ્વરૂપ શ્રીગોપાલજી તથા રુક્મિણીમાતા ને શોભાયાત્રા સ્વરૂપે પાલખીમાં બિરાજીત કરવામાં આવ્યા. ભક્તિભાવથી ભરેલી યાત્રા દ્વારકાધીશ મંદિરથી આરંભી ભજન, ઘંટનાદ અને મંગળઘોષ વચ્ચે ધીમે ધીમે કંકરાસ કુંડ તરફ આગળ વધી. યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કંકરાસ કુંડ ખાતે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રીગોપાલજી અને માતા રુક્મિણીનું પવિત્ર સ્નાન કરાવવામાં આવ્યું. ત્યારબાદ પૂજારીગણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજન-અર્ચન તથા આરતી કરવામાં આવી.

- Advertisement -

આ ભક્તિમય પ્રસંગે મોટી સંખ્યામાં યાત્રાળુઓ તથા સ્થાનિક શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો અને ભગવાનના દર્શનનો લાભ લઇ આશીર્વાદ મેળવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભક્તિભાવ, પરંપરા અને ઊત્સાહનું સમન્વય જોવા મળ્યું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular