ચોમાસાની આ સીઝનમાં ભારતના કેટલાંક રાજ્યોમાં વરસાદી કહેર જામ્યો છે. ઉત્તરાખંડ, ઘરાલી સહિત ત્રણ જગ્યાએ વાદળ ફાટયું હોવાની ઘટના સામે આવી હતી. ક્ષણભરની ઘટનાએ અનેકનો ભોગ લીધો. પ્રત્યક્ષ નજરે જોનારા એ રૂંવાળા ઉભા કરી દેતા દ્રશ્યોનું વર્ણન કર્યુ હતું.
ચમોલી જિલ્લામાં ભારે વરસાદને કારણે અલકનંદાનું પાણીનું સ્તર વધી રહ્યું છે
વિષ્ણુ પ્રયાગમાં ધોળી ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે pic.twitter.com/qinYJbGYGz
— DD News Gujarati (@DDNewsGujarati) August 5, 2025
ઉત્તરાખંડના ઉતરકાશીમાં મંગળવારે ભારે વરસાદના પગલે આફત સજાઈ હતી. ઘરાલી ગામ હતું ન હતું થઈ ગયું હતું. ચાર લોકોના મૃત્યુ થયા જ્યારે 50 થી વધુ લોકો ગુમ થયા છે. આખુ ગામ કાટમાળમાં ફસાઈ ગયું હતું. સેના દ્વારા બચાવ કામગીરી ચાલુ છે. જ્યારે આ વિનાસની ઝપટમાં એક આર્મી કેમ્પ પણ આવી ગયો છે. જેમાં ઘણાં સૈનિકો ગુમ થવાની આશંકા છે. હર્ષિલમાં નદી કિનારે બનેલ હેલિપેડ પણ ધોવાઈ ગયું હોય, હેલિકોપ્ટર દ્વારા બચાવ અને રાહત કાર્ય શકય નથી. એનડીઆરએફની ચાર ટીમો ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરીમાં લાગી છે. જ્યારે આઈટીબીપીની ત્રણ ટીમો પણ રાહત કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે.
#WATCH | Uttarakhand | Visuals from the area en route to the ground zero of the Uttarkashi cloudburst incident. pic.twitter.com/ZLRILr1AHU
— ANI (@ANI) August 6, 2025
સતત ભારે વરસાદને પગલે ગંગોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘણી જગ્યાએ કાટમાળ અને પથ્થરો પડી ગયા છે. ભારે વિનાશના કારણે લોકો આ વિસ્તાર છોડી રહ્યા છે. ઘટના બાદ ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં આજે શાળા – કોલેજોમાં રજા આપવામાં આવી છે. તો વાદળ ફાટયા પછી પહાડો પરથી સતત કાટમાળ નીચે પડી રહ્યો છે. બચાવ કારીગરો માટે સૌથી મોટી સમસ્યા હાલ ઘટનાસ્થળે પહોંચવાની છે કારણ કે હાલમાં ઘટનાસ્થળે કોઇ મશીનરી નથી. આવી સ્થિતિમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધવા મુશ્કેલ બની જાય છે.

ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. હરિદ્વાર, નૈનીતાલ, ઉધમસિંહ નગરના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે આજે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. બાકીના વિસ્તારોને ઓરેન્જ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જ્યારે ભારે વરસાદના પગલે રાજ્યના નવ જિલ્લાઓ રજાનો આદેશ જાહેર કરાયો છે. દહેરાદુન, નૈનીતાલ, ટિહરી, ચમોલી, રૂદ્રપ્રયાગ, ચંપાવત, દ્રૌરી, અલ્મોરા, બાગેશ્ર્વર જિલ્લામાં શાળાઓમાં રજા રહેશે. તો રૂદ્રપ્રયાગમાં મોડી રાતથી સતત વરસાદ ચાલુ હોય અલકનંદા નદી ભયના નિશાનની નજીક વહી રહી છે ત્યારે કેદારનાથ ધામની યાત્રા હાલ માટે મુલત્વી રાખવામાં આવી છે.


