જુગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામથી રોજિયા ગામ તરફ જવાના માર્ગ પર વાડીના શેઢે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની કાસમભાઇ બલોચ, મયૂરસિંહ પરમાર અને ઋષિરાજસિંહ વાળાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, પી.એન. મોરી તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન રાજેન્દ્રસિંહ ગંભીરસિંહ જાડેજા, હરેશ મધુ ભાલોડિયા, હેમરાજ શિવા ભાલોડિયા, દામજી હરિ ભેસંદડિયા અને ગોવિંદ લીરા ડેલવાડિયા સહિતના પાંચ શખ્સોને એલસીબીએ રૂા. 51,800ની રોકડ, રૂા. 30 હજારની કિંમતના પાંચ મોબાઇલ ફોન અને રૂા. 80 હજારની કિંમતના બે બાઇક મળી કુલ રૂા. 1,61,800ના મુદામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બીજો દરોડો જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં હોવાની હે.કો. ધર્મેન્દ્રસિંહ કંચવા, પો.કો. વલ્લભભાઇ ભાટુ, પ્રકાશભાઇ ભાટિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ એ.એસ.રબારી, હે.કો. ધર્મેન્દ્રસિંહ કંચવા, પો.કો. વલ્લભભાઇ ભાટુ, પ્રકાશભાઇ ભાટિયા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન દેવા નરશી સરવૈયા, ભગા કારા સરવૈયા, મેરૂ ચના સોલંકી, જીવા રામદે પરમાર, દિનેશ ઉકા ધામેચા, ભીખા કરણા ગાંગળિયા, લાલા રવજી શિહોરા સહિતના સાત શખ્સોને રૂા. 12,650ની રોકડ રકમ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
ત્રીજો દરોડો લાલપુર તાલુકાના સણોસરી ગામમાં જાહેરમાં જુગાર રમતા હોવાની પો.કો. કિરણ જી. ઠાકોર, વિજયભાઇ કરંગિયાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એએસપી પ્રતિભાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે. એલ. ગળચર, હે.કો. એસ. પી. જાડેજા, પો.કો. કિરણ જી. ઠાકોર, વિજયભાઇ કરંગિયા સહિતના સ્ટાફે રેઇડ દરમ્યાન રમેશ ધાના ખવા, જગુ મારખી ડાંગર, નાથા મેઘા સાગઠિયા, સેજા નારણ ખીટ સહિતના ચાર શખ્સોને રૂા. 10,260ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી પાડયા હતા.
ચોથો દરોડો જામજોધપુરના ભાવડિયાનેસમાં જુગાર રમતા હોવાની હે.કો. એસ. આર. પરમાર, પો.કો. કૃણાલભાઇ હાલા, દિલીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઇ એ. એસ. રબારી, હે.કો. સુરેશભાઇ પરમાર, અશોકભાઇ ગાગિયા, દિલીપસિંહ જાડેજા, કૃણાલભાઇ હાલા, સરમણભાઇ ગળચર અને જ્યોત્સનાબેન ચાવડા સહિતના સ્ટાફએ રેઇડ દરમ્યાન શૈલેષ મગન ડાભી, પ્રવીણ ચંદુ કુંવરિયા, વાલા કાના બલોલિયા, જયેશ પ્રવીણ પાટડિયા, ધર્મેન્દ્ર રાજા પરમાર નામના પાંચ શખ્સોને રૂા. 10,500ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા. તથા અન્ય દરોડામાં સુરેશ ભીખુ ડાભી, વાસુ કાંતિ ભાલોડિયા, રાજકુમાર ઉર્ફે રાજ મનસુખ ભાલોડિયા, રમેશ હમીર બારૈયા, સુનિલ જશમત કુડેચા નામના પાંચ શખ્સોને રૂા. 12,400ની રોકડ અને ગંજીપતા સાથે જામજોધપુર પોલીસે ઝડપી લીધાં હતાં.
છઠ્ઠો દરોડો ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની હે.કો. કલ્પેશ કામરિયા, હરદેવસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયારને મળેલી બાતમીના આધારે પીઆઇ એચ. વી. રાઠોડ, હે.કો. કલ્પેશભાઇ કામરિયા, રાજેશભાઇ મકવાણા, હરદેવસિંહ જાડેજા, પો.કો. રઘુવીરસિંહ જાડેજા, કરણભાઇ શિયાર, નાગજીભાઇ ગમારા સહિતના સ્ટાફએ રેઇડ દરમિયાન કિશોરસિંહ બહાદુરસિંહ જાડેજા, સિકંદર ઈસ્માઇલ ખેરાણી, દેવેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, જયપાલસિંહ સહદેવસિંહ જાડેજા, હનિફ બોદુ ખીરા નામના પાંચ શખ્સોને રૂા. 21,450ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
સાતમો દરોડો જામનગર તાલુકાના દરેડ ગામમાં જુગાર રમતાં જયસુખ હંસરાજ ઢોલરિયા, રાજેશ જીણા વીરાણી, નારણ જેરામ ઢોલરિયા, ઓધવજી હરજી ઢોલરિયા નામના ચાર શખ્સોને રૂા. 20,350ની રોકડ રકમ અને ગંજીપના સાથે પંચકોષી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતા.
આઠમો દરોડો જામનગરમાં કૈલાશનગર શેરી નંબર પાંચમાંથી જુગાર રમતા રાજેન્દ્ર ભાણજી તાળા, સંજય ધનજી વેકરિયા અને 6 મહિલા સહિત આઠ શખ્સોને રૂા. 10,815ની રોકડ સાથે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે ઝડપી લીધા હતા.
નવમો દરોડો ધ્રોલ તાલુકાના નથુવડલા ગામમાંથી તીનપતીનો જુગાર રમતા કુલદીપગીરી ધર્મેન્દ્રગીરી ગોસાઇ, જયેશ લાલુ માવી, હસમુખ અમરશી કગથરા, કરણા ડાયા મેવાડા, મોમ ઉર્ફે મનોજ ડાયા બાંભવા નામના પાંચ શખ્સોને ધ્રોલ પોલીસે રૂા. 14,500ની રોકડ અને રૂા. 30,500ની કિંમતના ચાર મોબાઇલ ફોન તથા રૂા. 20 હજારની બાઇક મળી કુલ રૂા. 65 હજારના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. દસમો દરોડો ચામુંડા પ્લોટ વિસ્તારમાં તીનપતીનો જુગાર રમતા મેરામણ રામા ગમારા, લાલા ભુરા ગમારા, કાના બાબુ ગમારા અને કરણા મેરા વરૂ તથા કિશન કારા લાંંબરિયા સહિતના પાંચ શખ્સોને રૂા. 8300ની રોકડ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
અગિયારમો દરોડો કાલાવડ તાલુકાના ડેરી ગામમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતાં રાજપાલસિંહ રામદેવસિંહ જાડેજા, રવિરાજસિંહ સહદેવસિંહ જાડેજા, રામદેવસિંહ ઘનશ્યામસિંહ જાડેજા, લખુભા ઉર્ફે લક્કી ગોપાલસિંહ જાડેજા, દિગુભા ઉદુભા જાડેજા, કાના ઘોઘા માટિયા, વિપુલ રવુ રાઠોડ નામના સાત શખ્સોને રૂા. 13,230ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા.
બારમો દરોડો જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાંથી જુગાર રમતા રણજિત વાલા મકવાણા, મનોજ રણજિત વાલા મકવાણા તથા ચાર મહિલા સહિત 6 શખ્સોને શેઠવડાળા પોલીસે રૂા. 5450ની રોકડ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.


