Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરના વિશ્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધુનનો 62 મા વર્ષમાં મંગલ...

જામનગરના વિશ્વ પ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધુનનો 62 મા વર્ષમાં મંગલ પ્રવેશ – VIDEO

- Advertisement -

જામનગર શહેરના મધ્યમાં આવેલા તળાવની પાળે ભવ્ય અને પાવન સ્થળ તરીકે જાણીતા બાલાહનુમાનજી સંકીર્તન મંદિર એ આજની માત્ર ધાર્મિક જ નહિ પણ આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર બની ચૂક્યું છે. અહીં સતત ચાલતી રહેતી અખંડ રામધૂન આજે પણ મનને શાંતિ અને આત્માને આરામ આપે છે. સંત શ્રી પ્રેમભિક્ષુકજી મહારાજના દિવ્ય સાન્નિધ્ય અને આશીર્વાદથી અહીં આશ્ચર્યજનક રીતે 12 મહિના – 365 દિવસ – 24 કલાક રામનામનો જાપ શરૂ થયો હતો. આ અખંડ રામધૂન હવે 61 વર્ષ પૂર્ણ કરીને 62મા વર્ષમાં પ્રવેશી ગઈ છે, અને અત્યાર સુધીમાં અનેક કઠિન સમયમાં પણ થંભી નથી – ન ભૂકંપ, ન વાવાઝોડું, ન જંગ જેવી સ્થિતિ કે કોરોના જેવી વૈશ્વિક મહામારી!આ સુંદર અને આશ્ચર્યજનક પરંપરાએ વિશ્વ સ્તરે પણ ઓળખ મેળવી છે. આ અખંડ રામધૂનને “ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ”માં પણ સ્થાન મળ્યું છે.,જે જામનગર માટે ગૌરવની વાત છે. મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શન માટે આવે છે અને માત્ર દર્શનથી જ પોતાને ધન્ય માને છે. રામ નામ જાપથી જ્યાના ધબકારા સુધી ધૂન સંભળાય, એવુ સ્થાન એટલે બાલાહનુમાન મંદિર વિશ્વ પ્રસિદ્ધ બન્યુ છે. જામનગરના લોકો માટે આ સ્થાન માત્ર મંદિર નથી, પણ વિશ્વાસ, શક્તિ અને સંકીર્તનના માર્ગે જીવન જીવવાની પ્રેરણા છે. અહીં રોજ અઢળક ભક્તો દર્શન માટે આવે છે અને પોતાના જીવનની શાંતિ માટે ‘રામ’ નામના ઝાપથી જોડાય છે. જામનગરની ધરતીની પરંપરાઓ, સંસ્કૃતિ અને ભક્તિની પરિભાષા સમજૂતી આપતું આ મંદિર ખરેખર ‘જામનગરની ઓખળ’ બની છે. જ્યાં શાંતિના દાણા સતત પીસાઈ રહ્યા છે અને ભાવિકો માટે ભક્તિરસ ઝરી રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular