જોડિયા ગામમાં રહેતી અને નર્સિંગનો કોર્ષ કરતી યુવતી તેણીના ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થઇ જતાં પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ જોડિયા ગામમાં આવેલી ચોરાશેરીમાં લક્ષ્મી માતાજીના મંદિર પાસે પટેલવાસમાં રહેતી અને નર્સિંગ કોર્ષ કરતી રીનાબેન રમેશભાઇ સિરિયા (ઉ.વ.21) નામની યુવતી તા. 29ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતાં લાપત્તા થઇ ગઇ હતી. ત્યારબાદ પરિવારજનો દ્વારા યુવતીની શોધખોળ છતાં મળી નહીં આવતાં આખરે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેના આધારે જોડિયા પોલીસે યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં


