Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાંથી માથાભારે શખ્સને તડીપાર કરાયો

જામનગરમાંથી માથાભારે શખ્સને તડીપાર કરાયો

જામનગરમાંથી એક શખ્સને તડીપાર કરવાની દરખાસ્ત સબ ડીવીજનલ મેજીસ્ટ્રેટ દ્વારા મંજુર કરાતા શખ્સ ને છ માસ માટે જામનગરમાંથી તડીપાર કરાયો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અસામાજીક માથાભારે શખ્સો વિરૂઘ્ધ કડક કાર્યવાહી કરવા હદપારી તથા પાસા દરખાસ્ત તૈયાર કરવા સુચના આપી હોય નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સીટી એના પીઆઇ એન.એ. ચાવડાની સુચના મુજબ પીએસઆઇ ડી.જી. રામાંનુજ દ્વારા અસરફ જુમા ખફી નામના શખ્સ વિરૂઘ્ધ હદપારીની દરખાસ્ત તૈયાર કરી સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જામનગર શહેર પી.બી. પરમારને મોકલતા સબ ડિવિઝન મેજીસ્ટ્રેટ દ્વારા દરખાસ્ત મંજુર કરાતા પીઆઇ એન.એ. ચાવડાએ હુકમની બજવણી કરી અસરફ જુમા ખફીને છ માસ માટે જામનગર જિલ્લામાંથી હદપાર કરવા તજવીજ હાથ ધરી હતી.

આ સમગ્ર કામગીરી પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ ડી.જી. રામાનુંજ, એએસઆઈ મગનભાઇ ચંદ્રપાલ, મહિપાલસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, હે.કો. સંદીપભાઇ જરૂ, પો.કો. વિનયકુમાર ઝાલા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular