જામનગર રાજપૂત સમાજ દ્વારા જામનગરના 486માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જે અંતર્ગત દરબારગઢ નજીક ખાંભી પૂજન કર્યુ હતું ત્યારબાદ લાખોટા તળાવ ખાતે પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતાં.
View this post on Instagram
શ્રાવણ સુદ-સાતમના જામનગરનો સ્થાપના દિવસ હોય આજરોજ જામનગરના સ્થાપના દિનની ઉજવણી કરાઇ હતી. જામનગરના 486માં સ્થાપના દિન નિમિતે જામનગર શહેર-જિલ્લા રાજપૂત સમાજ દ્વારા પણ જામનગરના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ જામનગરના સ્થાપના દિનની ઉજવણી અંતર્ગત જામનગર રાજપૂત સમાજ દ્વારા સૌ પ્રથમ દરબારગઢ નજીક ખાંભી પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ લાખોટા તળાવ ખાતે જામ રણજીતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતાં. આ તકે જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા, રાજપૂત સમાજના જગદીશસિંહ જાડેજા, નયનાબા જાડેજા, લગધીરસિંહ જાડેજા, કોર્પોરેટર હર્ષાબા જાડેજા, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તથા રાજપૂત સમાજના યુવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતાં.


