Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરઅર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઓટોરીક્ષા વિતરણ - VIDEO

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઓટોરીક્ષા વિતરણ – VIDEO

અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા આત્મનિભર અભિયાન અંતર્ગત ઓટો રીક્ષા વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતું. અર્હમ યુવા ગ્રુપ દ્વારા સેવાકાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે આત્મનિર્ભર ભારત માટે યુવાનોને ઓટોરિક્ષા વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી યુવાનોને આત્મ નિર્ભર બનવા માટે 41જેટલી ઓટો રીક્ષા નું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કુલ જુદા જુદા જિલ્લાઓમાં 250 જેટલા રિક્ષાવાળો નુ વિતરણ કરવામાં આવ્યું જેમાં જામનગરમાં 41 રિક્ષાવાળો વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા જાડેજા, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામ્યુકો સ્ટે.કમીટી ચેરમેન નિલેશભાઇ કગથરા, કલેકટર કેતન ઠકકર, પૂર્વ મેયર અમીબેન પરીખ, અગ્રણી આર.કે. શાહ, અજયભાઇ શેઠ, ભરતભાઇ પટેલ, કિરીટભાઇ મહેતા, વી.પી. મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular