કોઇપણ ચીજની લત સારી નથી, કોઇપણ વ્યસન તમને વ્યાકુુળ કરી દે છે જ્યારે કોઇ લત લાગે અને તે ન મળે ત્યારે વ્યક્તિ તેને મેળવવા માટે તલપાપડ થઈ જતો હોય છે ત્યારે સોશિયલ મીડિયા પર તેવો જ એક દારૂડિયાનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેને બંધ દારૂની દુકાનની ગ્રીલમાં પોતાનું ગળુ ફસાવ્યુ અને લોકોને તેને બહાર કાઢવા માટે પરસેવો પાડવો પડયો ત્યારે આ રમુજી વીડિયો રમુજની સાથે એક મેસેજ પણ આપે છે ત્યારે કોઇપણ વસ્તુનો અતીરેક સારો નથી તે જાણવું જરૂરી છે.
View this post on Instagram
દારૂનું વ્યસન વ્યક્તિને કેટલી હદ સુધી લઇ જઈ શકે છે તેનું તાજેતરનું ઉદાહરણ આ વીડિયો છે. દુકાનના બંધ કાઉન્ટર પરથી દારૂ મેળવવાની ઈચ્છામાં એક વ્યસની એટલો ગાંડો થઈ ગયો છે કે તેણે લોખંડની જાળીમાં પોતાનું ગળુ નાખી દીધું સામાન્ય રીતે ફિલ્મોમાં આવા દ્રશ્યો જોવા મળતા હોય છે ત્યારે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો દારૂ માટે બેચેન વ્યક્તિનો છે જે લોખંડની ગ્રીલમાં પોતાની ગરદન નાખી દે છે એવું કરવાથી કદાચ દુકાનમાં બેઠેલી વ્યક્તિ તેને સાંભળીને દારૂની બોટલ આપી દે.
ઈન્સ્ટાગ્રામ પર chattisgarh_fanny_torrના એકાઉન્ટ પરથીઆ વીડિયો શેર કરાયો છે જેમાં દારૂડિયાના ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતાં ત્યારે તેનું ગળુ ગ્રીલમાં ફસાઈ જાય છે અને બહાર કાઢવા માટે લોકોના પરસેવા છુટી જાય છે. ત્યારે હાજર લોકો પણ તેના પર હસવા લાગે છે અને હાજર લોકો પોતાનો ફોન કાઢીને વીડિયો પણ બનાવવા લાગે છે અહીંએ વાતનો ઉલ્લેખ કરવાનો છે કે કોઇપણ વ્યસન માણસના હાલ બેહાલ કરી નાખે છે તેની ઈજજ ત આબરુ, પૈસા, સ્વાસ્થ્ય, અને તેની બુધ્ધિ નાશ પામે છે ત્યારે જો આવી હરકતો દ્વારા કોઇ અકસ્માત સર્જાય અને ઈજા પહોંચે ત્યારે દરેક માટે લાલબતી સમાન આ કિસ્સો બની જાય માટે સોશિયલ મીડિયા પર રમુજ માટે વાયરલ થતા આ વીડિયો પર દારૂડિયાને જોઇને અહીં દરેકે શીખ લેવાની તેમજ જાગૃત થવાની જરૂર પણ છે.


