નાળિયેર પાણી પીવાથી માત્ર હાઈડ્રેશન જ નહીં પરંતુ અન્ય ઘણાં સ્વાસ્થ્યના લાભો પણ મળે છે. તેમાં રહેલા પોષક તત્વો અને ઇલેકટ્રોલાઈટ્સ શરીરને સ્વસ્થ રાખવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેથી સવારે નાળિયેર પાણી પીવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક હોઇ શકે છે તો ચાલો જાણીએ તેના કેટલાં ફાયદા છે.
સવારે સ્વસ્થ પીણાથી દિવસની શરૂઆત કરવી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોઇ શકે છે. દિવસભર સક્રિય અને ફિટ રહેવા માટે આહારમાં સ્વસ્થ પીણાનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. તેથી જો તમે તમારા દિવસની શરૂઆત ચા કે કોફીથી કરો છો તો તમે તેન નારિયેળ પાણીથી પણ કરી શકો છો. નાળિયેર પાણી એક કુદરતી પીણું છે જેમાં ઘણાં જરૂરી પોષક તત્વો હોય છે તેને તમારા આહારમાં સામેલ કરવાથી ઘણાં સ્વાસ્થય લાભો મળી શકે છે અને ઘણાં જરૂરી વિટામિન, ખનિજો અને ઈલેકટ્રોલાઈટસ છે.
પાચન સુધારે:-
નાળિયેળ પાણીમાં જોવા મળતા ઇલેકટ્રોલાઈટ્સ અને ઉત્સેચકો પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે તે એસિડીટીને સંતુલિત કરે છે.
શરીરને હાઈડ્રેટ કરે :-
નાળિયેળ પાણી એક ઉત્તમ હાઈડ્રેટીંગ પીણું છે જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે તે શરીરને જરૂરી ઇલેકટ્રોલાઈટ્સ પુરા પાડે છે. ખાસ કરીને ઉનાળાના મહિનાઓ દરમિયાન અથવા કસરત પછી નારિયેળ પાણીમાં રહેલા ઇલેકટ્રોલાઈટસ શરીરને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે.
વજન ઘટાડવામાં મદદ કરે :-
નારિયેળ પાણીમાં કેલરી ઓછી હોય છે અને તેમાં ટ્રાન્સ ચરબી કે કોલેસ્ટ્રોલ હોતુ નથી તે તેને વજન ઘટાડવા માટે એક સંપૂર્ણ પીણું બનાવે છે તે કુદરતી ઉર્જા બુસ્ટર તરીકે પણ કામ કરે છે. ભુખ ઓછી કરે છે અને અનિયમિત ખાવાની આદતોને રોકે છે.
રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવે :-
નારિયેળ પાણીમાં એન્ટીવાયરલ, એન્ટીબેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણધર્મો હોય છે જે રોગપ્રતિકારક શકિતને મજબુત બનાવવામાં મદદ કરે છે તે શરીરને ચેપ અને રોગોથી બચાવવામાં મદદ કરે છે.
બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે :-
નારિયેળ પાણીમાં પોટેશિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે હાઈ બ્લડપ્રેશરનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે.
કિડનીના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક :-
નારિયેળ પાણીમાં મુત્રવર્ધક પદાર્થના ગુણ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવામાં મદદ કરે છે તે કિડનીના સ્વાસ્થ્યને જાળવવામાં અને કિડનીમાં પથરીના જોખમને ઘટાડવામાં મદદ કરી શકે છે.
ત્વચાના સ્વાસ્થ માટે ફાયદાકારક:-
નારિયેળ પાણીમાં એન્ટીઓકિસડેન્ટ હોય છે જે ત્વચાને મુકત રેડિકલથી બચાવવામાં મદદ કરે છે તે ત્વચાને હાઈડે્રટેડ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે.
ઉર્જા વધારે :-
નારિયેળ પાણીમાં કુદરતી ખાંડ હોય છે જે શરીરને ઉર્જા આપે છે તે થાક અને નબળાઈ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
માથાનો દુ:ખાવોમાં રાહત:-
નાળિયેર પાણીમાં ઈલેકટ્રોલાઈટ્સનું સંતુલન માથાનો દુ:ખાવો ખાસ કરીને ડિહાઈડ્રેશનને કારણે થતા માથાના દુ:ખાવામાં રાહત આપવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીસના દર્દીઓએ કે કોઇ સ્વાસ્થ્ય સમસ્યા હોય તેમને ડોકટરની સલાહ લીધા પછી જ નાળિયેર પાણી પીવાનું શરૂ કરો.
(અસ્વીકરણ: સલાહ સમિતિની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઇપણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયોનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાંત અથવા તમારા ડોકટરની સલાહ લો.)


