જોડિયા તાલુકાના તારાણા ગામમાં એક નાનકડી પંચરની દુકાન ચલાવતા પરિવારને રૂ. 85,000 વીજ બિલ મળતા હચમચી ઉઠ્યો છે. પરિવારના સભ્યોએ આમરણ પીજીવીસીએલ કચેરીએ જઈ બિલ બાબતે પ્રશ્ન પૂછતા અધિકારીએ યોગ્ય જવાબ આપવાના બદલે ઉગ્રતા દાખવી હતી અને ગ્રાહકો સાથે અસભ્યતા પૂર્વક વાત કરી હતી. એક ગરીબ પરિવારને આટલું મોટું બિલ આવતા ગ્રામજનોએ પણ અનેક સવાલ ઉઠાવ્યા છે.
પીજીવીસીએલ દ્વારા અનેક વખત અધિકારીઓ અને કર્મચારીઓની ઘોર બેરદકારીને કારણે સામાન્ય માણસે ભોગ બનવું પડે છે. બેદરકારી બાદ પણ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ભૂલ સ્વીકારવાને બદલે ઉલટા અરજદારને ધમકાવી સંતોષકારક જવાબ પણ આપતાં નથી. આવી જ એક બેદરકારી જોડીયા તાલુકાના તારણા ગામે ચારેક દિવસ પહેલા વીજ ચેકિંગની ટીમ આવી હતી. ત્યારે વીજ ચેકીંગની ટીમે પ્રકાશ જાદવ નામના વીજ ગ્રાહકના ઘરે પણ ચેકીંગ કર્યું હતું. બાદ વીજ ગ્રાહકને ખબર પડી કે તેને 85000 થી વધુ બિલ આવ્યું છે. ત્યારે ગરીબ પરિવાર તાત્કાલિક પીજીવીસીએલ કચેરીએ દોડી ગયો હતો. બિલ બાબતે અનેક સવાલ ઉઠાવ્યા હતા. પરિવાર પીજીવીસીએલ કચેરીએ જતા ત્યાં હાજર ડેપ્યુટી ઈજનેરને બિલ બાબતે પ્રશ્ર્ન પૂછ્યા પરંતુ અધિકારીએ કોઈ સ્પષ્ટ કારણ આપ્યું નહિ. પરિવારના યુવકે આખી ઘટનાનું મોબાઇલથી વિડિયોગ્રાફી કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. વીડિયોમાં પીજીવીસીએલના કર્મચારીઓની અવ્યવસ્થિત વર્તન, જવાબદેહીથી બચવાની કોશિશ અને પરિવારના તંત્ર સામે ઉઠેલા તાત્કાલિક પ્રશ્ર્નો સ્પષ્ટ જોવા મળે છે. પીજીવીસીએલ તંત્ર આ મામલે તપાસ કરે, તેમજ સંબંધિત અધિકારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી થાય તેવી પરિવાર માંગ કરી રહૃાાં છે. ગ્રામજનોએ આમરણ પીજીવીસીએલ કચેરીની નીતિ રીતિ સામે પણ અનેક સવાલ ઉઠાવ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું કે તેઓ કોઈ વીજ કચેરીએ ફરિયાદ કરે તો વધુ હેરાનગતીનો સામનો કરવો પડે.
પીજીવીસીએલ કચેરીના અધિકારીઓ દ્વારા ગામ લોકોની સમસ્યા સાંભળવાના બદૃલે તેમને દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આમરણ વીજ કચેરીના અધિકારીના પાપે ટીસી પર આવેલ ખૂલ્લી પેટીમાં જીવતા વીજ વાયરો મોત બનીને ઝળુંબી રહૃાાં છે. જો કે, વીજ તંત્રએ ચોમાસા અગાઉ મસમોટા વીજ કાપ મુકીને કરેલી પ્રિ-મોન્સુન કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહૃાાં છે. ગામના મુખ્ય માર્ગ અને સ્કૂલ નજીક જ ટ્રાન્સફોર્મર પર રહેલ ખુલી પેટીના કારણે ભરચોમાસામાં તે માર્ગ પરથી પસાર થતા લોકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે.ત્યારે એ પણ સવાલ ઉદ્ભવે કે વીજ અધિકારીએ શું ચોમાસા પહેલાં કે ચોમાસા દૃરમિયાન તારાણા ગામના વિસ્તારોમાં પ્રી-મોન્સુન કામગિરીની ચકાસણી નહિ કરી હોય? કે જાણી જોઈને આંખ આડા કામ કરી રહૃાાં છે. વિજ તંત્ર શું કોઈ ગંભીર ઘટના બને એની રાહ જોઈ બેઠું છે? કે કોઈ ગંભીર ઘટના બને બાદ જ શું તંત્ર કામ કરશે? તેવો લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે.


